Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ધોરાજીના સુપેડી ગામેથી અઢીવર્ષની બાળકીનું અપહરણ કરનાર મનસુખને એલસીબીએ દબોચ્યો

એલસીબીના પી.આઇ.એ.આર.ગોહિલ અને પી.એસ.આઇ.એસ.જે. રાણાની ટીમની કામગીરીઃ બાઇકના નંબર અને તેમાં લગાડેલા લાલપટ્ટા પરથી પોરબંદરના શખ્સને ઝડપી લીધો

 

કેતન ઓઝા દ્વારા જેતપુર તા.૧ર : ધોરાજીના સુપેડી નેશનલ હાઇવે પાસેથી અઠવાડીયા પહેલા અઢીવર્ષની બાળાનું અપહરણ કરનાર શખ્સ મનસુખ રામદેવ પરમાર (ઉ.૪૦) (રહે. નરસંગ ટેકરી સોસાયટી પોરબંદર)ને રાજકોટ રૂરલ એલ.સી.બી.એ. જેતપુરના અમરપર ગામેથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ ધોરાજીના સુપેડી નેશનલ હાઇવે પર આવેલ ખુશ્બુ પ્લાસ્ટીક કારખાનામં કામ કરતા શ્રમીકની ૩ વર્ષની દિકરીનું ગત તા.પ/૧૦/ર૧ના રોજ બપોરે ૪ વાગ્યાના અરસામાં કોઇ અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો હોય તે અંગેની ફરીયાદ ધોરાજી પોલીસમાં નોંધાવતા પોલીસે સતકર્તા દાખવી એ.એસ.પી.સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ધોરાજી પોલીસ અલગ-અલગ ટીમો બનાવી નાકા બંધી કરી શોધખોળ કરતી હોય સી.સી.ટીવી. કેમેરાના આધારે તપાસ દરમ્યાન તા.૬ના રોજ બાળકી બગસરા વિસ્તારમાંથી એકલી મળી આવેલ પરંતુ આરોપીનો પતો લાગેલ ન હોય.

તેને શોધવા તમામ પ્રયાસો ચાલુ હોય ટેકનીકલ સ્પોર્ટથી જાણવા મળેલ કે તે હોન્ડા સાઇન નં.૧પપપ વાુ લઇ નાસી ગયેલ આધારે બગસરાના તમામ વિસ્તારોમાં તપાસ ચાલુ હતી દરમ્યાન એલ.સી.બી. રાજકોટ રૂરલની ટીમ ટેકનીકલ સામાના સહયોગથી સર્તક હોય દરમ્યાન બાતમી મળેલ કે હોન્ડા સીડીની તપાસ કરતા હતા તે વડીયોથી જેતપુર તરફ આવવાનું હોય એલ.સી.બી. પી.આઇ.એ. આરગો દિલ પી.એસ.આઇ. એસ.જે.રાણા, મહેશભાઇ જાની, મહિપાલસિંહ જાડેજા, નિલેશભાઇ ડાંગર, અનીલભાઇ ગુજરાતી, રવિદેવભાઇ બારડ, અમીતસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા, બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, દિવ્યેશભાઇ સુવા, રહીમભાઇ દલ, પ્રણવકુમાર, સાવરીયા કૌશીકભાઇ જોષી, પ્રહલાદસિંહ રાઠોડ, રૂપકભાઇ બોદરા, પ્રકારભાઇ પરમાર, નૈમીષભાઇ મહેતા, ભાવેશભાઇ મકવાણા, મેહુલભાઇ સોનરાજ, ઘનશ્યામસિંહ જાડેજા, અમુભાઇ વિરડા, નરેન્દ્રભાઇ દવે, સાહિલભાઇ ખોખા, અનીરૂધ્ધસિંહ જાડેજાએ અમરનગર ગામ પાસે વોચ ગોઠવતા બાતમીવાળુ મો.સા.નં.૧પપપ વાળુ લાલપટ્ટાવાળુ પસાર થતા તેમના આધારે રોકી તેની પુછપરછ કરતા પોતાનું નામ મનસુખ રાદેવ પરમાર, (રહે. નરસંગ ટેકરી, પોરબંદર)ની પુછપરછ દરમ્યાન સુપેડી ગામે પ્લાસ્ટીકના કારખાનામંથી જે બાળકીનું અપહર થયેલ તે પોતે કરેલ હોય એલ. સી. બી. પોલીસે મનસુખ પરમારને બાઇક સાથેપકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:25 pm IST)