Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

જુનાગઢમાં લૂંટ ચલાવનાર રીઢો ગુન્હેગાર ઝડપાયો

જૂનાગઢઃ તા.૧૨, વિવેકાનંદ સ્કૂલ, આઈટીઆઈ રોડ વિસ્તારમાં રામાપીરના મંદિર પાસે ફરિયાદીવિશાલભાઈ ધીરેન્દ્રભાઈ પંડયા ઉવ. ૩૬ રહે. મેઘાણીનગર, આઈટીઆઈ રોડ, જૂનાગઢ પોતાના મોટર સાયકલ ઉપર જતા હોઈ, તેઓને એક મોટર સાયકલ ઉપર આવેલ બે અજાણ્યા આરોપીઓએ આંતરી, છરી બતાવી, પર્સ, સ્કુટરની ચાવી, રોકડ રકમ રૂ. ૮૦૦/- ની લૂંટ કરી, વધુ રૂપિયા આપવાનું જણાવી, મોટર સાયકલ ઉપર બેસાડી, એસબીઆઈ બેંકના જુદા જુદા બે એટીએમ ખાતે લઈ જઈ, કુલ રૂ. ૫૫,૮૦૦-ની લૂંટ કરી લેતા, ફરિયાદી વિશાલભાઈ ધીરેન્દ્રભાઈ પંડયાએ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવતા, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે  લૂંટ, ગેર કાયદેસર અટકાયતનો ગુન્હો નોંધી, પી.આઇ. એમ.એમ.વાઢેર તથા પીએસઆઇ એ.કે.પરમાર તેમજ સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

 ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ.વાઢેર, પીએસઆઇ એ.કે.પરમાર, ડી સ્ટાફના એ.એસ.આઇ. એમ.ડી. માડમ, વિક્રમસિંહ, મોહસીનભાઈ, દિનેશભાઈ, સંજયભાઈ, પ્રવીણભાઈ, નારણભાઈ સહિતની ટીમ દ્વારા ગુન્હો બન્યા બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, એટીએમના સીસીટીવી તેમજ વિશ્વાસ પ્રોજેકટ આધારે ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા આધારે ટેક્નિકલ સોર્સ દ્વારા માહિતી મેળવી, આ ગુન્હામાં સંડોવાયેલ બંને આરોપીઓ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તપાસ હાથ ધરી, એ.ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં આરોપીઓનું પગેરું દબાવી, ગણતરીના કલાકોમાં આરોપીઓ (૧) સમીર કનુભાઈ મકવાણા ઉવ. ૨૨ રહે. પ્રદીપના ખાડીયા, (૨) રામ અમૃતલાલ ચૌહાણ દરજી ઉવ. ૨૫ રહે. જોશીપરા,  ખાડીયા પંચેશ્વર વિસ્તારમાંથી પકડી ઝડતી દરમિયાન રોકડા રૂ. ૨૫,૦૦૦/- તથા ગુન્હામાં વાપરેલ મોટરસાયકલ સાથે પકડી પાડી, પૂછપરછ કરવામાં આવતા,   પોતે આ મોટર સાયકલને ધમકી આપી, લૂંટનો ગુન્હો કરેલાની કબૂલાત કરવામાં આવતા, ધરપકડ કરવામાં આવેલ હતી.

આરોપીઓની ર્ંપોલીસની સતર્કતા અને તાત્કાલિક કાર્યવાહીના કારણે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ.વાઢેર, પીએસઆઇ એ.કે.પરમાર, ડી સ્ટાફના એ.એસ.આઇ. એમ.ડી. માડમ, વિક્રમસિંહ, મોહસીનભાઈ, દિનેશભાઈ, સંજયભાઈ, પ્રવીણભાઈ, નારણભાઈ સહિતની ટીમ દ્વારા પકડાયેલ આરોપીઓ બાબતે ર્ંઇ ગુજકોપ તથા પોકેટ કોપ એપ્લિકેશન આધાર્રેં રેકર્ડ મેળવતા તથા આરોપીઓને સઘન પૂછપરછ કરવામાં આવતા, પકડાયેલ આરોપી સમીર કનુભાઈ મકવાણા ઉવ. ૨૨ રહે. પ્રદીપના ખાડીયા,જૂનાગઢ, ભૂતકાળમાં સને ૨૦૧૮ની સાલમાં પ્રોહીબિશનના ૦૧ ગુન્હામાં, સને ૨૦૧૯ની સાલમાં પ્રોહીબિશનના તથા ધમકી આપવાના ૦૨ ગુન્હામાં, સને ૨૦૨૦ ની સાલમાં બે લૂંટ, બે ખંડણી, ખાનગી મિલકતને નુકશાન, મારામારી,પ્રોહીબિશન સહિતના ૦૫ ગુન્હાઓમાં, સને ૨૦૨૧ની સાલમાં જાહેરનામા ભંગના ૦૧ ગુન્હાઓ સહિત આજદિન સુધીમાં કુલ ૦૯ ગુન્હાઓમાં તથા અવાર નવાર અટકાયતી પગલાઓમાં પકડાયેલ છે. પકડાયેલ બને આરોપીઓ પૈકી આરોપી સમીર કનુભાઈ મકવાણા ર્ંરીઢો ગુન્હેગાર છે અને જ્યારે પકડાઈ ત્યારે જાતે બ્લેડથી ઇજાઓ કરવાની તથા પોલીસ સ્ટેશનમાં લોકઅપમા માથા ભટકાળી ઇજાઓ કરવાની મોડ્સ ઓપરેર્ન્ડીં ધરાવે છે.

(1:06 pm IST)