Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

જૂનાગઢમાં કાકીના ઘરમાં હાથફેરો કરી લેનાર મહિલા પ્રિયા ૪ લાખ રોકડ સાથે ઝડપાઇ ગઇ

જૂનાગઢ તા. ૧૨ : ઝાંઝરડા રોડ ઉપર આવેલ કલ્પવૃક્ષ એપાર્ટમેન્ટના આશરે બે માસ પહેલા થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરી મહિલા આરોપીને ઝડપી લેવાઇ છે.

બી ડીવીજન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧ર૦૩૦૨૪ર૧૧૮૨ર૪/ર૦ર૨૧ ઇ.પી.કો.ક.૩૮૦ મુજબના કામે ફરીયાદી સોનલબેન હેમેન્દ્રભાઇ કિશોરભાઇ ગદા લોહાણા ઉ.વ. ૩૮ રહે. જૂનાગઢ ઝાંઝરડા મેઇન રોડ, કલ્પવૃક્ષ એપાર્ટમેન્ટ, બ્લોક નં બી-૭૦૩ માં તા.૦૮/૦૮/ર૦ર૧ ના સમયે ઘરમાં રહેલ કબાટ ચાવી વડે ખોલી કબાટમાં રહેલ સોનાના દાગીના કિ.રૂ.૬,૨૪,૦૦૦ તથા રોકડા રૂ.૨૫,૦૦૦ની ચોરી થયા અંગે બનાવ બનેલ. રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીન્દર પ્રતાપસિંઘ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટી દ્વારા જિલ્લામાં બનતા ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપનાર આરોપીને પકડી પાડવા માર્ગદર્શન પુરૂ પાડેલ હોય. તેમજ જૂનાગઢ ડીવીજનના ના.પો.અધિ. પી.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ સદરહું ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હોય. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના ઇચા.પોલીસ ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સ્ટાફ જૂનાગઢ જિલ્લામાં ચોરીના ગુન્હા શોધી કાઢવા અને ગુન્હા બનતા અટકાવવા માટે પ્રયત્નશીલ હોય. હકિકત મેળવવા અને ગુન્હામાં સંડોવાયેલ શકદાર મહિલા પ્રિયા ફેઝલ સોખડાની વોચ તપાસમાં હતા.

દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.કોન્સ. દિપકભાઇ બડવા, ભરતભાઇ ઓડેદરાને બાતમી મળેલ કે, ઉપરોકત શકદાર મહિલા પ્રિયા ફેઝલ સોખડા, ચિત્તાખાના ચોકથી જનતા પાર્સલ પોઇન્ટ નામની દુકાન નજીક ગાભા ગલી તરફ જતા રસ્તે ઉભેલ હોય. અને તેણે શરીરે ગ્રે કલરનો ઝભ્ભો અને કાળા કલરની ચોરણી પહેરેલ છે. અને તેની સાથે એક નાનુ બાળક છે. જે આધારે તપાસ કરતા ઉપરોકત મહિલા હાજર મળી આવતા મહિલા પો.કોન્સ. સાથે ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ લાવી તેની પાસેથી રોકડા રૂપીયા મળી આવેલ જે રોકડા રૂપીયા બાબતે પુછતા પોતે ગત તા.૦૨/૦૮/૨૦૨૧ ના રોજ પોતાના કાકી સોનલબેન હેમેન્દ્રભાઇ ગદાના ઘરેથી સોનાના દાગીનાની ચોરી કરેલ. જે દાગીના પોતે વ્હેંચી નાંખેલ તેના પૈસા હોવાનું જણાવતા રોકડા રૂપીયા પંચો તથા મહિલા પો.કોન્સ.ની હાજરીમાં કબ્જે કરેલ મુદામાલ સાથે મહિલા આરોપી પ્રિયાબેન ડો.ઓ. રાજેન્દ્રભાઇ કિશોરભાઇ ગદા વા.ઓ. ફેઝલ ગફારભાઇ સોખડા ઉ.વ.ર૪ રહે. જૂનાગઢ, વિનાયક એપાર્ટમેન્ટ, ગોવર્ધન પાર્ક, સરદારબાગ રોડને રોકડા રૂ. ૪,૦૦,૦૦૦ સાથે પકડી કાર્યવાહી કરેલ છે.

આ કામગીરીમાં એ.એસ.આઇ. વી.એન.બડવા, દિવ્યેશકુમાર ડાભી તથા મહિલા પો.કોન્સ. વિણાબેન હરેશભાઇ નાગાણીએ સાથે રહી કરેલ છે.

(1:05 pm IST)