Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ખાંભા-રાજુલા-સાવરકુંડલા પંથકમાં પોણો ઇંચ વરસાદઃ આંબરડીમાં મકાન ધરાશાયી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧ર :.. ખાંભા, રાજૂલા, સાવરકુંડલાના ગામોમાં આજે ધોધમાર પોણો ઇંચ જેટલો વરસાદ પડયો હતો. આંબરડીમાં મકાન ધરાશાયી થઇ ગયુ હતુ અને આંબરડી, ખોડીયાણા, ખાંભ, ડેડાણમાં પણ વરસાદ પડયો હતો. ખાંભાનાં ગામોમાં બપોર બાદ પોણો ઇંચ ધોધમાર વરસાદ પડયો હતો.

ભારે ઉકળાટ બાદ એકાએક મેઘરાજા ત્રાટકતા મોટા સરાકડીયા, કોદીયા, રાયડી, પાટી, નેસડી અને અમરેલીનાં લાપાળીયા સહિતનાં ગામોમાં પવનનાં સુસવાટા સાથે વરસાદ પડયો હતો. શનિવારે બપોરે અસહ્ય ગરમી બાદ સાવરકુંડલાના દક્ષિણ વિસ્તાર આંબરડી, ખોડીયાણા, ખાંભા, ડેડાણમાં ભારે વરસાદ પડયો હતો., એક કલાક સુધી પડેલા ભારે વરસાદના કારણે આંબરડી ગામે અવેડા વિસ્તારમાં રહેતા વિધવા મહિલા જેતુબેન રેમનભાઇ શેખનું એકમાત્ર રહેણાંકી મકાન સંપૂર્ણ ધરાશયી થઇ જતાં પરિવાર ઘર વિહોણો બની ગયો છે, જે બાબતે આંબરડી ગ્રામ પંચાયત દ્વારા સાવરકુંડલા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. રાજૂલા અમરેલી રોડ હાઇવે અને આજુબાજુના ગામ આગરીયા થોરડી દેતડ દોલતી અને અન્ય ગામમાં ધોધમાર વરસાદ ખેડૂતોના ખેતર બારા પાણી નીકળી ગયા કપાસ મગફળીની હાલતમાં વધારે નુકસાન થયું હતું.

પાકને નુકશાન

જિલ્લામાં ચોમાસુ ખેતીપાક તૈયાર થતા અમરેલી યાર્ડમાં છેલ્લા એક વીકથી મગફળી, કપાસ તેમજ નવા સોયાબીન અને જુના તલની આવક રહી છે. જેમાં આજે મગફળી રપ૦૦ બોરી, કપાસ ૧પ થી ૧૭ હજાર મણ ડેઇલી આવક, તલ ર૦૦૦ થી રપ૦૦ બોરી જુના તલની આવક જયારે નવા સોયાબીન ૧ર૦૦ બોરીની આવક રહી હતી. જિલ્લામાં પાછોતરા વરસાદનાં કારણે તૈયાર થયેલા તલનાં પાકને ભારે નુકશાન થતા તલનો પાક બગડયો છે. અમરેલી જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગ દ્વારા ચોમાસુ તલનાં પાકને નુકશાન થતા તેની પ્રાથમિક વિગતો મેળવાઇ રહી છે. તેમ જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાનાં  અધિકારી દ્વારા જણાવાયું હતું.

(1:03 pm IST)