Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

વન્યપ્રાણી વિસ્તાર અને રેસક્યુ સેન્ટર નજીક ધમધમતી માટીની ખાણ

     સાવરકુંડલા,તા.૧૨   :  રાજુલાના વડલી ગામ નજીક સરકારી  પ્રતિબંધિત વિસ્તાર એવા ઝાંઝરડા વીડીમાં તથા આજુબાજુના વિસ્તારમાં શેડ્યુલ-૧ માં આવતા એશિયાટિક સિંહો-દીપડા-રાઝ-ઝરખ-અજગર-શિયાળ-નીલગાય સહિતના વન્ય-ાણીઓ અને રાષ્ટ્રીય પક્ષી મોર સહિતના સ્વદેશી અને યાયાવર પક્ષીઓની વ્યાપક વસ્તી અને પર્યાવરણ વાળા વિસ્તારમાં ગીર પૂર્વ વન વિભાગ દ્વારા રેસક્યું સેન્ટર બનાવેલ છે.

 આ વિસ્તારમાં ખનીજ માફિયાઓ દ્વારા  પૂર્વ મંજૂરી વગર વિશાળ જમીન માથી ૩૦-૩૫ ફૂટ ઊંડી અને ૫૦૦ મીટર પહોળી જગ્યા માથી માટી કાઢી રેલ્વે ટ્રેક-નેશનલ હાઇવેમાં માટી ઠાલવી કરોડો રૂપિયાની ખનીજ ચોરી અને રોયલ્ટી ચોરી કરાઇ રહી છે.

 ગીર પૂર્વ વન વિભાગ નીચે આવતી તુલસીશ્યામ રેંજની માલીકીની ઝાંઝરડા વીડીમાં રેતી ખનનની ગેરકાયદે પ્રવૃતિ બાબતે તુલસીશ્યામ રેન્જના RFO  એ રાજુલા મામલતદારને બે ત્રણ વખત જાણ કરી  પરંતુ કાર્યવાહી કરેલ ન હોવાથી ગેરકાયદે ખનીજ ચોરી બિન રોકટોક ચાલતી હોય  રેત ખનન માફિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવા અને કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરી સંદર્ભે રોયલ્ટી વસૂલ કરવી અને લોડર-જેસીબી-ટ્રેકટરો જપ્ત કરવા જરૂરી છે.

 જેથી આ વિસ્તારના શેડ્યુલના વન્ય પ્રાણીઑ ના જીવન-પ્રજનન અને ભવિષ્યમાં અકસ્માત સર્જાવાના ભયનો છેદ ઊડી જાય અને ખનિજ માફિયા ખનીજ ચોરી કરે નહીં અને વન્યપ્રાણીઓ સલામતી અનુભવે

         આગામી સમયમાં ઝાંઝરડા વીડીમાં રેસક્યું સેન્ટર તૈયાર થાય ત્યારે ત્યાં સારવારમાં આવતા વન્યપ્રાણીઓ ઉપરનું ઝોખમ ઘટે તેમ ભીખુભાઇ જેઠવા બાટાવાળા ખાંભા એ રજૂઆત કરી હતી.

(1:03 pm IST)