Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

જામનગરના લાલ પરિવારને વારસામાં મળેલા સંસ્કારો સેવાકાર્યોમાં ઉજાગર થઇ રહ્યા છે : આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજ

શ્રી એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા શહેરના ગણેશ પંડાલોના સંચાલકો – કાર્યકરોનો સન્માન સમારોહ : ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન : રાજકીય અગ્રણીઓ – સામાજીક આગેવાનો – વેપાર, ઉદ્યોગ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ અને કાર્યકરોની વિશાળ સંખ્યામાં ઉપસ્થીતી : સારા કાર્ય કરનારને બીરદાવવા તે પણ સત્કાર્ય છે, દાસ બનીને સેવા કરવી લાલ પરિવારની મહાનતા છે : સ્વામી ચર્તુભુજદાસજી : લાલ પરિવારમાં સેવા માટેની અદભૂત ભાવના છે, જરૂરીયાતમંદ લોકોની વ્હારે આવવામાં આ : પરિવાર હંમેશા અગ્રેસર રહ્યો છે : પૂનમબેન માડમ : અમે જે કંઈ કરીએ છીએ તે તો ફુલની પાંખડી સમાન છે, પ્રભુ કૃપાથી અમે તો નિમિત માત્ર બની રહ્યા છીએ : અશોકભાઈ લાલ : માનવ સેવા એ જ સાચી સેવા છે, કોરોનાની ત્રીજી લહેરનું સંકટ આવે નહીં તેવી સંકટ વિમોચક ગણેશજીને પ્રાર્થના કરીએ : જીતુભાઈ લાલ

ગણેશ મરાઠા મંડળ દ્વારા લાલ પરિવારનું અભિવાદન : જામનગરના ગણેશ પંડાલોના સંચાલકો – આયોજકોનો સન્માન સમારંભ સતત ૧ર વર્ષથી આયોજીત કરનાર શ્રી એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક લાલ પરિવાર વતી સંસ્થાના ટ્રસ્ટી જીતુભાઈ લાલનું શહેરના ચાંદિબજાર વિસ્તારના સુવિખ્યાતગણેશ મરાઠા મંડળ દ્વારા સ્મૃતિચિહન અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યુ હતુ.(૨૧.૨૦)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૧ : જામનગર શહેર / જિલ્લો તથા સમગ્ર હાલારમાં અનેકવિધ સેવાકિય પ્રવૃતિઓમાં સદાય અગ્રેસર શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન જામનગર દ્વારા ઓશવાળ સેન્ટરના વાતાનુકુલીત બેન્કવેટ હોલમાં શ્રી ગણેશ મહોત્સવ – ર૦ર૧ સન્માન સમારોહ સંતો તેમજ રાજકિય અગ્રણીઓ, સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો અને ગણેશ મંડળોના સંચાલકો–કાર્યકર્તાઓની વિશાળ ઉપસ્થિતીમાં ઉત્સાહભર્યા માહોલમાં યોજાયો હતો. સૌ ઉપસ્થિત મહાનુભાવાનો હસ્તે દીપપ્રાગટય કરીને સમારોહનો પ્રારંભ કરાયો હતો.

આ સમારોહના પ્રારંભે શ્રી એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, આપણે સૌ ભગવાન ગણેશજીને પ્રાર્થના કરીએ કે કોરાનાની ત્રીજી લહેરનું સંકટ આવે નહી અને સૌની પ્રગતિ થાય, સૌ સ્વસ્થ અને સમૃઘ્ધ બને તેમણે કોરોનાકાળમાં થયેલા અનેક નામી–અનામી વ્યકિતઓના મૃત્યુને યાદ કરવા સાથે સંસ્થા સાથે સંકળાયેલા હસમુખભાઈ વિરમગામી (ગામીસાહેબ)ની વિદાયને યાદ કરી સૌ હુતાત્માઓને શ્રઘ્ધાંજલી અર્પી હતી.

આ પ્રસંગે જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્નાએ જણાવ્યું હતુ કે, લાલ પરિવારના ટ્રસ્ટ દ્વારા થતાં સેવાકાર્યો આવકારદાયક છે. ગણેશ વિસર્જનના કાર્યક્રમમાં પણ લાલ પરિવાર દ્વારા સાધન સુવિધા આપવામાં આવે છે અને જીતુભાઈ લાલ સતત હાજર રહે છે. આ ટ્રસ્ટના માઘ્યમથી લાલ પરિવાર આવા સેવાકાર્યો કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

'નોબત'ના તંત્રી પ્રદિપભાઈ માધવાણીએ તેમની લાગણી વ્યકત કરી જણાવ્યું હતુ કે લાલ પરિવાર હંમેશા સેવાકાર્યોમાં અગ્રેસર રહયો છે.

શહેરની કો.કો.બેન્કના ચેરમેન પ્રવિણભાઈ ચોટાઈએ અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલની શ્રીજી શિપીંગ કંપનીની રાષ્ટ્રીય સફરને યાદ કરીને આ પરિવારની સિઘ્ધીને અભિનંદન આપ્યા હતા. લાલ પરિવાર નાણાં કમાઈ જાણે છે અને વાપરી પણ જાણે છે. લાલ પરિવારે જામનગરને ઘણું આપ્યુ છે અને હજી આપતા રહેશે. સેવાકાર્યો અને વ્યવસાયમાં લાલ પરિવારે જામનગરનું નામ રોશન કર્યુ છે.

શહેરના પૂર્વ મેયર સનતભાઈ મહેતાએ એચ.જે.લાલ ટ્રસ્ટની સૌથી મોટી સેવાને યાદ કરી હતી. જામનગરની સીટી ડિસ્પેન્સરીના સ્થળે આ ટ્રસ્ટ દ્વારા અદ્યતન – વિશાળ હોસ્પીટલ માટે માતબર રકમનું દાન આપવામાં આવ્યુ છે. આ હોસ્પીટલના કારણે ચાર વોર્ડના અંદાજે એકાદ લાખ લોકોને આરોગ્યલક્ષી સેવા મળશે. અહીં મહદ અંશે ગરીબ અને મઘ્યમવર્ગના લોકો રહેતા હોય આવા વર્ગની દુઆ લાલ પરિવારને મળશે. વધુ ને વધુ સેવાકાર્યો કરવાની ગણેશજી તેમને શકિત આપે તેવી પ્રાર્થના કરી હતી.

શહેર ભાજપના પૂર્વ પ્રમુખ એડવોકેટ અશોકભાઈ નંદાએ જણાવ્યું હતુ કે, પૂ. બાબુકાકાના સંસ્કારોનો વારસો લાલ પરિવારના સંતાનોએ દિપાવ્યો છે. અશોકભાઈ અને જીતુભાઈ ઈશ્વરમાં અપાર શ્રઘ્ધા અને લાગણી સાથે સેવાકાર્યો કરે છે.

પૂર્વ ધારાસભ્યશ્રી લાલજીભાઈ સોલંકીએ પૂ.બાબુકાકા જયારે રાજયના મંત્રી હતા તે સમયના સ્મરણોને તાજા કર્યા હતા. બાબુભાઈ લાલના નામે રચાયેલા ટ્રસ્ટને લાલ પરિવારે ગૌરવંતુ કર્યું છે. ધાર્મિક, સામાજીક, આરોગ્ય, શિક્ષણ, પાણી વિતરણ જેવા ક્ષેત્રોમાં સેવાકિય પ્રવૃતિઓ સાથે અગ્રેસર રહયા જ છે પણ જેમના આંગણે હેલીકોપ્ટર અને ચાર્ટર્ડ પ્લેન છે તેવો પરિવાર જામનગરનું જ નહી સૌરાષ્ટ્રનું ગૌરવ બન્યા છે. આ પરિવારમાં ભગવા પ્રકૃતિ તેમના દિલમાં છે.

શહેર ભાજપના પૂર્વ પ્રમુખ એડવોકેટ હસમુખભાઈ હિંડોચાએ ગણેશોત્વસની ઉજવણી દેશમાં કેવી રીતે શરૂ થઈ તેનો ઈતિહાસ જણાવી કહયુ હતું કે, સમાજને સંગઠ્ઠીત કરવામાં ગણેશોત્સવ ઉજવવામાં આવી રહયો છે અને લાલ પરિવાર આવા ઉત્સવોના આયોજકોને પ્રોત્સાહીત કરી સમાજમાં ધાર્મિકતા અને એકતાના સંદેશ સાથે સમાજને સંગઠ્ઠીત કરવાનું મહાન કાર્ય કરે છે. લાલ પરિવારના સેવાકાર્યોને બિરદાવી તેમણે અભિનંદન આપ્યા હતા.

એચ.જે.લાલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલે તેમના ઉદબોધનમાં ખુબજ વિનમ્ર ભાવે જણાવ્યું હતુ કે અમે જે કાંઈ કરી રહ્યા છીએ તે તો ફુલની પાંખડી બરાબર છે. અમારે હજી ધણું કરવાનું છે. સમાજ પ્રત્યે અમારી ફરજ છે. જામનગરમાં ગણેશોત્સવને ઉજવવા જે મંડળો સાથે તેના સંચાલકો, કાર્યકરો મહેનત કરે છે તેમને વંદન કરૂ છું. છેલ્લા ૧ર વર્ષથી ટ્રસ્ટના માઘ્યમથી સેવાકિય પ્રવૃતિઓ નાનાભાઈ જીતુભાઈ સંભાળી રહયાછે. જામનગરમાં સીટી ડીસ્પેન્સરીના સ્થળે હોસ્પીટલનું નિર્માણ કરવાનો અવસર આપવા બદલ તેમણે મહાનગરપાલિકાનો આભાર માન્યો હતો. ઈશ્વરના આશિર્વાદ અને વડીલોના સંસ્કારો સાથે જે કાંઈ કરી રહીયા છીએ તેમાં અમે માત્ર નિમિત જ છીએ.

આ સાથે તેમણે શુભ અને અશુભ લક્ષ્મીનો અર્થ સમજાણવી ઈશ્વરે આપેલી સંપતિનો સદઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.હંમેશા શુભલક્ષ્મી કમાવાની ભાવના રાખજો અને સમાજના કાર્યો, જરૂરીયાતમંદને મદદરૂપ થવામાં વાપરજો. આ સાથે તેમણે સંકલ્પ વ્યકત કરી ગૌરવભેર જણાવ્યું હતું કે અમારા પરિવારના ટ્રસ્ટની પ્રવૃતિઓ નિરંતર ચાલુ જ રહેશે અને કોઈપણ આફત સમયે કે જરૂર પડશે ત્યારે ખડે પગે સૌની સાથે રહેશું તેવો વિશ્વાસ આપ્યો હતો.

આ સમારોહમાં પધારેલા સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજે જણાવ્યુ હતું કે, સમાજમાં લાલ પરિવારના સંતાનો જેવા વિરલાઓ છે અને ખાસ કરીને જે લોકો સારૃં કામ કરે છે તેમને પ્રોત્સાહીત કરવાનું, બિરદાવાનું સત્કર્મ લાલ પરિવાર કરે છે. અને અન્યને પ્રેરણા અને માર્ગદર્શન આપી રહયા છે. અઢળક સંપત્ત્િ। હોવા છતાં વરસોથી લાલબંધુઓ સાદાઈ, સરળતા સાથે નિરાભીમાની ભાવના સાથે સેવાકાર્યો કરે છે, જે તેમના વડીલોના સંસ્કારો દર્શાવે છે અમે માત્ર નિમિત જ છીએ તેવી ભાવના સાથે વડીલોના સંસ્કારોનું જતન કરી રહયા છે. દાસ બનીને સેવા કરે છે, જે તેમની મહાનતા દર્શાવે છે 'કરે છે તમામ સાથે વહાલ, લક્ષ્મીજીના આશિષ તેમના ભાલ, એટલે જ લાલ કરે છે કમાલ' તેમ શાયરાના અંદાજમાં કહેતા ઉમેર્યુ હતું કે, સત્કાર્યોમાં લક્ષ્મીજીની અપાર કૃપા પ્રાપ્ત થતી રહી છે. સ્વામીજીએ લાલ પરિવારને અભિનંદન આપી તેમના પર સદાય ઈશ્વરની કૃપા વરસતી રહે તેવા આર્શિવાદ આપ્યા હતા.

આ સમારોહમાં પ નવતનપુરીધામના ૧૦૮ આચાર્યશ્રી કૃષ્ણમણીજી મહારાજે તેમના આશિર્વચનમાં જણાવ્યુ હતુ કે, જેમના પર પરમાત્માની કૃપા હોય તેઓજ પુણ્યના કામો કરી શકે છે. તેમણે કૃષ્ણ અને અર્જુનનું દૃષ્ટાંત આપતા જણાવ્યુ હતુ કે, કૃષ્ણે અર્જુનને કહયંુ હતુ કે હું તારી સાથે છે પણ કામ કરવામાં તો નિમિત તારે જ બનવું પડશે. ધાર્મિક ભાવના સાથે લાલ પરિવાર ધાર્મિક ઉત્સવોને મહત્વ આપે છે તે ખુબ મોટું સેવા કાર્ય છે. ધર્મના પુનિત કાર્યોથી લાલ પરિવાર દ્વારા વધુને વધુ લોકો લાભાન્વિત થાય તેવા આશિર્વાદ સાથે તેમણે ટ્રસ્ટને અભિનંદન આપ્યા હતા.

આ સમારોહમાં ઉપસ્થિત સંસદસભ્ય પૂનમબેન માડમે તેમના ઉદ્યબોધનમાં પોતાના માડમ પરિવારના વડવાઓ અને બાબુકાકા સાથેના પરિવારના વડવાઓ અને બાબુકાકા સાથેના પારિવારીક સંબધોને યાદ કરી જણાવ્યું હતું કે, પૂ. બાબુકાકાના આશિર્વાદ અને પ્રેરણા અમને પણ મળ્યા છે જયારે વડીલોએ કંડારેલી સેવાકાર્યોની કેડીને આગળ ધપાવીએ ત્યારે જ તેમને સાચી શ્રઘ્ધાંજલી આપી રહયા છીએ તેમ કહેવાય. અશોકભાઈ અને જીતુભાઈ લાલ પાસે સેવાકાર્ય માટે જવું પડે તે પહેલા જ તેઓ કાર્ય શરૂ કરી ચુકયા હોય છે. આ તેમની સેવા માટેની અદભુત ભાવના છે તાજેતરમાં થયેલી અતિવૃષ્ટિમાં ફુડપેકેટ તૈયાર કરાવી રહ્યા છીએ તમે જયાં જરૂર હોય ત્યાં સુચન કરો તેવું જીતુભાઈ લાલે મને ફોન કરી જણાવ્યું હતુ. અર્થાત લોકોના વ્હારે આવવામાં આ પરિવાર હંમેશા અગ્રેસર રહયો છે.

લાલ પરિવાર સાથેના સંબંધો અંગે તેમણે જણાવ્યું કે, તેમના સત્કાર્યોથી અમને પણ સંતોષ અને ગૌરવ થાય છે. તેમની પાસે છે તેઓ સમાજને કંઈક આપી છુટે તે મહત્વનું છે. કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં એક અમેરિકન દંપતિએ પાંચ વરસની દિકરીને દત્તક લીધાનો પ્રસંગ વર્ણવી તેમણે સમાજ ઉપયોગી કાર્ય માટે પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.

ઉદબોધનના અંતે સાંસદે લાલ પરિવાર તેમજ ઉપસ્થિત અનેક ગણેશ ઉત્સવના આયોજકોને અપીલ કરી હતી એ આવતા વરસે તમે ગણેશોત્સવનું આયોજન કરો ત્યારે તેમાં સ્વચ્છતાના સંદેશ સાથેનું થીમ રાખજો.

લાલ પરિવારના સેવાકાર્યોને તેમણે દિલથી બિરદાવી અંતમાં જણાવ્યું હતું કે, સેવાકાર્યોના માઘ્યમથી જ સારા સમૃઘ્ધ સમાજનું નિર્માણ થાય છે.

આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના ઉદબોધન પછી ગણેશ મંડળોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહના અંતે ઉપસ્થિત આગેવાનો, કાર્યોકરો અને ગણેશ પંડાલના આયોજકોએ સમુહ ભોજનનો આસ્વાદ સંગાથે માણ્યો હતો.

આ સમારોહમાં પ નવતનપુરીધામના આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજ, સ્વામીનારાયણ મંદિરના ચતુર્ભુજદાસજી સ્વામી, સંસદસભ્ય પુનમબેન માડમ, જામનગરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન કોઠારી, જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, કો.કો.બેન્કના ચેરમેન પ્રવિણભાઈ ચોટાઈ, વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્ના, માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, જામનગર ચેમ્બરના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ મહેતા, ધી સીડઝ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસીએશનના માનદમંત્રી લક્ષ્મીદાસભાઈ રાયઠઠા, નોબતના તંત્રી પ્રદિપભાઈ માધવાણી, ખબરગુજરાતના મેનેજીંગ ડાયરેકટર વિપુલભાઈ કોટક, ગુજરાત બાર કાઉન્સીલના મનોજભાઈ અનડકટ, હાપા ઉદ્યોગના ધીરૂભાઈ કારીયા, રાષ્ટ્રીય સફાઈ આયોગના પૂર્વ ચેરમેન મનહરભાઈ ઝાલા, ભારતીય જનતા પાર્ટી જામનગર શહેરના મહામંત્રી મેરામણભાઈ ભાટુ, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અઘ્યક્ષો હસમુખભાઈ હિંડોચા, હિતેનભાઈ ભટ્ટ, અશોકભાઈ નંદા, પૂર્વ મેયરો પ્રતિભાબેન કનખરા, અમીબેન પરીખ, સનતભાઈ મહેતા, કનકસિંહ જાડેજા, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, લધુમતિ મોરચાના ઈકબાલભાઈ ખફી(ભુરાભાઈ),મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા અલ્તાફભાઈ ખફી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભારવાડીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, પૂર્વ જિલ્લા પંચાયત વિપક્ષનેતા કાસમભાઈ ખફી,  પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, મહિલા બેન્કના ચેરમેન શેતલબેન શેઠ, વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના પ્રભારી અરજણભાઈ સોજીત્રા, પટેલ સમાજના અગ્રણી વશરામભાઈ ચોવટીયા, મીડીયા જગતમાંથી જીટીપીએલના જયેશભાઈ રૂપારેલીયા, આજકાલના હિરેનભાઈ ત્રિવેદી, મુકેશભાઈ ગઢવી, સાંજ સમાચારના ડોલરભાઈ રાવલ, સૌરાષ્ટ્ર આસપાસના વિજયભાઈ કોટેચા, કોર્પોરેટરો નિલેશભાઈ કગથરા, સુભાષભાઈ જોશી, આશીષભાઈ જોશી, કેતનભાઈ નાખવા, પરાગભાઈ પોપટ,  જીતુભાઈ શિંગાળા, ધિરેન મોનાણી, પાર્થ જેઠવા, પાર્થ કોટડીયા, મુકેશભાઈ માતંગ, અલ્કાબા જાડેજા, પન્નાબેન કટારીયા, શારદાબેન વિઝુંડા, ડિમ્પલબેન રાવલ, સરોજબેન વિરાણી, ક્રિષ્નાબેન સોઢા, જશુબા ઝાલા, લાભુબેન બંધીયા, કૃપાબેન ભારાઈ, પ્રભાબેન ગોરેચા, તૃપ્તીબેન ખેતીયા, આનંદભાઈ રાઠોડ, ધવલભાઈ નંદા, રચનાબેન નંદાણીયા, જેનબબેન ખફી તેમજ પૂર્વ કોર્પોરેટરો વનરાજસિંહ જાડેજા, શીશીર કટારમલ, કમલાસિંધ રાજપુત, બાબુભાઈ ચાવડા, પ્રકાશભાઈ કનખરા, દિલીપસિંહ જાડેજા, હર્ષિદાબેન પંડયા, વિનુભાઈ બકરાણીયા, ભરતસિંહ જાડેજા, યુસુફભાઈ ખફી, અકબરભાઈ ખફી, આનંદભાઈ ગોહીલ તેમજ જામનગર લોહાણા મહાજનના માનદમંત્રી રમેશભાઈ દત્ત્।ાણી, ખજાનચી અરવિંદભાઈ પાબારી, ઓડીટર હરેશભાઈ રાયઠઠા તેમજ જામનગર જલારામ સમિતિના ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, અતુલભાઈ પોપટ, ભરતભાઈ કાનાબાર, રાજુભાઈ હિંડોચા, અનિલભાઈ ગોકાણી, મધુભાઈ પાબારી, નિલેશભાઈ રાયઠઠા,  રાજુભાઈ મારફતીયા,  તેમજ  શહેરના અગ્રણીઓ મેરામણભાઈ પરમાર,  લક્ષ્મીદાસભાઈ ભાનુશાળી, ભાટીયા સમાજના પ્રમુખ દિલીપભાઈ આશર, ચેતનભાઈ માધવાણી, જામનગર ચેમ્બરના માનદ મંત્રી અક્ષતભાઈ વ્યાસ, ગ્રેઈન માર્કેટ એસો.ના પરેશભાઈ મહેતા, અરવિંદભાઈ મહેતા, દેવેનભાઈ પાબારી, અને રબારી સમાજના અગ્રણી હરદાસભાઈ રબારી, સહદેવસિંહ ચુડાસમા, નિરજભાઈ દતાણી, હિતુલભાઈ કારીયા, દિનેશભાઈ મારફતીયા, મનીષભાઈ રોહેરા,  હરિભાઈ રોહેરા, એડવોકેટ સંજયદાન ગઢવી, એડવોકેટ પીયુષભાઈ ભોજાણી, સંજયભાઈ ગઢવી, ભીખુભાઈ મોરજરીયા, ગોવિંદભાઈ મોરજરીયા, ચેતનભાઈ અનડકટ, કાનભાઈ આંબલીયા, ઈલેશભાઈ પટેલ, લધુભા જાડેજા, ડો.એમ.એમ.ઓઝા, ડો. હિતેષભાઈ જોશી, મનીષભાઈ ઠાકર, જતીનભાઈ કુંડલીયા, માંડણભાઈ કેશવાલા, રીતેશભાઈ ધાનાણી, શિવસાગરભાઈ શર્મા, આર.પી.ધાડીયા, આરતીબેન હિરપરા, અલ્કાબેન પંડયા, ભાવિષાબેન ધોળકીયા, ઉર્મીલાબેન ઉમરાણીયા, ગીતાબેન દવે, પુર્ણાબા રાઠોડ, સુભાષભાઈ પાલા, રામભાઈ ગઢવી,  હેંમતસિંહ ગોહીલ, પ્રવિણભાઈ ટંકારીયા, નરેન્દ્રભાઈ નકુમ, સંજયભાઈ આશર, ઋષીરાજસિંહ જાડેજા, દિનેશભાઈ રબારી, હુશેન મુરીમા, મુકેશભાઈ ડાભી, અનવર સંધાર, અકબર કકલ, મનુભાઈ હરીયાણી, ચંદ્રેશ કામદાર, જીતુ પટેલ, આસીત વોરા, ચીનાભાઈ ચોટાઈ, હલુભાઈ પટેલ, જસ્મીન ધોળકીયા, ભાવેશ કોઠારી, ચંદ્રસિંહ વાળા, ચંદ્રવદન ત્રિવેદી, અશોકભાઈ ભંડેરી, દિપકભાઈ વાછાણી, નયનભાઈ વ્યાસ, સુભાષભાઈ પરમાર, રાજદિપસિંહ જાડેજા, તેમજ શહેરના પ્રિન્ટ મીડીયા અને ઈલેકટ્રોનીક મીડીયાના પત્રકારમીત્રો વિગેરે ઉપસ્થિત રહયા હતા.

આ કાર્યક્રમની સફળતા માટે  ટ્રસ્ટના ટ્રસ્ટી મિતેષભાઈ લાલ, ક્રિષ્નરાજભાઈ લાલ, વિરાજભાઈ લાલ સાથે ટ્રસ્ટના કાર્યકરો પ્રફુલભાઈ મહેતા, સુનીલભાઈ આશર, અજય કોટેચા, સંજયભાઈ જાની, નિલેશભાઈ પાબારી, દસ્તગીર શેખ, દિલીપસિંહ પરમાર, વિરાજ કાનાબાર, સોહન સોનછાત્રા, જીતુ નથવાણી, રાજેશ પરમાર(આર.કે.) વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

કાર્યક્રમના આરંભમાં હાસ્યકલાકાર ધારશીભાઈ બેરડીયાએ હાસ્યરસનો કાર્યક્રમ રજુ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સિનીયર પત્રકાર ગીરીશભાઈ ગણાત્રા, બિમલભાઈ ઓઝા તથા નેહાબેન પારેખે કર્યુ હતું.

(1:01 pm IST)