Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

સુરતના પડઘા જામનગરમાં : ABVP નું અલ્ટીમટમ, વિદ્યાર્થીઓ ઉપર ગરબીમાં અત્યાચાર કરનારા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની માગણી સાથે આવેદન

સુરતમાં ગરબી દરમિયાન પોલીસ કર્મીઓએ વિદ્યાર્થીઓને માર મારી આતંક મચાવ્યા નો ABVP નો આક્ષેપ

(મુકુંદ બદિયાણી દ્વારા )જામનગર તા.૧૨ સુરતના વીર નર્મદ યુનિવર્સિટીમાં ગરબા રમતા વિદ્યાર્થીઓ અને ગુજરાત પ્રદેશ ના પ્રદેશ મંત્રી  હિમાલયસિંહ ઝાલા ને પોલીસ દ્રારા ગુંડા ગર્દી કરી ને ઢોર માર મારી ને વિદ્યાર્થીઓ અને પ્રદેશમંત્રી ની અટકાયત કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે જામનગરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. 

આ ઘટનાને ABVP દ્વારા ગરબા નુ અપમાન ગણાવી આ સમગ્ર ઘટનાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને જામનગરના કલેક્ટર કચેરીએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો અને હોદ્દેદારો એ આવેદન પત્ર પાઠવી ગરબી દરમિયાન સુરતમાં જે પોલીસકર્મીઓએ વિદ્યાર્થી અને વિદ્યાર્થી સંગઠનના પ્રતિનિધિઓ સાથે દુર્વ્યવહાર કર્યો છે. તેને તાત્કાલિક અસરથી જ સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી છે. અને જો સસ્પેન્ડ નહિ કરાય તો સુરત પોલીસ કમિશ્નરને ઘેરાવ કરવાની ચીમકી પણ આપી છે. (તસવીર:કિંજલ કારસરીયા, જામનગર)

(1:00 pm IST)