Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

સૌરાષ્ટ્ર્રમાં છુટાછવાયા વરસાદ વચ્ચે પાંચ ડેમમાં નવા નીરની આવક થઇ

ઓવરફળો થયેલા અનેક જળાશયોમાં નવા નીરની આવક સતત ચાલુ રહેતી હોય દરવાજા ખુલ્લા રખાયા

રાજકોટ : સૌરાષ્ટ્ર્રમાં છુટાછવાયા વરસાદ વચ્ચે પાંચ ડેમમાં નવા નીરની આવક નોંધાઇ છે અમુક આગાહીકારો આ વર્ષે દશેરા અને દિવાળી સુધી વરસાદ વરસશે એવી આગાહી કરી રહ્યા છે!

દરમિયાન રાજકોટ સિંચાઇ વર્તુળના લડ કંટ્રોલ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ રાત્રિ દરમિયાન રાજકોટ જિલ્લાના કરમાળ ડેમમાં ૦.૩૩ ફટ, દ્રારકા જિલ્લાના મીનસર વાનાવડમાં ૦.૩૩ ફટ અને સુરેન્દ્રનગર જિલ્લાના ધારી ડેમમાં ૦.૬૬ ફટ નવું પાણી આવ્યું છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ફોફળ ડેમ ઉપર અડધો ઈંચ અને મોતીસર ડેમ ઉપર એક ઈંચ વરસાદ વરસતા ડેમમાં પાણીની આવક થઇ હતી. ઓવરલો થઇ ચૂકેલા અનેક જળાશયોમાં નવા નીરની આવક સતત ચાલુ રહેતી હોય આજની સ્થિતિએ પણ દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે

(12:54 pm IST)