Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

જામકંડોરણામાં સુરક્ષા સેતુ દ્વારા નવરાત્રી

ધોરાજી : જામકંડોરણાની સરદાર પટેલ શૈક્ષણિક સંસ્થા અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયુ હતુ. બેસ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને સંસ્થાના હોદ્દેદારોએ શિલ્ડ આપી સન્માનીત કરેલ. આ તકે લલીતભાઇ રાદડીયા, ગોવિંદભાઇ રાણપરીયા, વિઠ્ઠલભાઇ બોદર, નાપાભાઇ બાલધા, હરેશભાઇ બાલધા સહિતના અગ્રણીઓ હાજર રહેલ અને સુરક્ષા સેતુ સોસાયટી અને પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી નિમિતે રાસ ગરબા ઉત્સવમાં આરતીમા યુવા ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, પીએસઆઇ શ્રી ગોહિલ અને અગ્રણીઓ ચીમનભાઇ પાનસુરીયા, ચંદુભા ચૌહાણ, નાથાભાઇ બાલધા, જસમતભાઇ કોયાણી, ગૌતમભાઇ અને પોલીસ પરિવાર, શિક્ષણવિદ વિજયભાઇ રાણપરીયા સહિતના હાજર રહેલ હતા.

(12:19 pm IST)