Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

આટકોટના પીએસઆઇ કે.પી.મહેતાનું સન્માન

જસદણ : આટકોટ ગામના પાદરમાં આવેલ વાડીમાં લૂંટના ઇરાદે ખેડૂતની હત્યા થયેલ તેનો ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી અને હત્યારા વોને ઉપર કાયદેસરની કાર્યવાહી કરી હતી હત્યાનો ભેદ તુરંત ઉકેલીને હત્યારાઓ ઉપર કાયદેસરની કડક કાર્યવાહી કરી હતી તે કામગીરી કરવા બદલ આટકોટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે ,પી મહેતા તથા સ્ટાફ નું પાટીદાર શૈક્ષણિક ભવન દ્વારા શાલ ઓઢાડીને સન્માન પત્ર આપીનેઙ્ગ બહુમાન કરવામાં આવ્યું હતું આ તકે જસદણ પાટીદાર શૈક્ષણિક ભવન ના પ્રણેતા દિનેશભાઈ બાંભણિયા શૈક્ષણિક ભવનના ટ્રસ્ટીઓ રમેશભાઈ હિરપરા કડી ટ્રસ્ટી ભરતભાઇ છાયાણીઙ્ગ રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ પરેશભાઈ રાદડિયા મધુભાઇ ટાઢાણી પાસ ના અગ્રણીઓ મેહુલભાઇ પારખીયા સુનિલભાઈ ખોખરીયા ડાયમંડ ઉધોગકાર સંજયભાઈ રામાણી હિતેશભાઇ મોલિયા પરેશભાઈ ટાઢાણી પ્રભાતભાઈ નારોલા સુરેશભાઇ છાયાણી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. સન્માન કરાયુ તે તસ્વીર.

(12:17 pm IST)