Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

પીજીવીસીએલની ૩૭ ટીમો પ્રભાસ પાટણ-વેરાવળમાં ત્રાટકી : મોટી વિજ ચોરી પકડાશે

રાજકોટ,તા. ૧ર : આજે સવારે પીજીવીસીએલની ૩૭ ટીમો પ્રભાસ પાટણ અને વેરાવળમાં ત્રાટકીને કડક ચેકીંગ હાથ ધર્યુ છે. જુનાગઢ સર્કલ હેઠળના બન્ને શહેરોમાં પીજીવીસીએલ દ્વારા એસઆરપીની ૧૩ જવાનો સાથે ૩ વીડીયો ગ્રાફર, વીજ બોર્ડના ૪ જવાનો ર૪ ગામડાઓમાં ચેકીંગ ચાલુ છે. સમગ્ર કાર્યવાહી જુનાગઢ સર્કલના સુપ્રિટેન્ડેન્ટ એન્જીનીયર આર.સી. પટેલ તથા વેરાવળના એકઝીકયુટીવ એન્જીનીયર પી.જી. જોષીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. તંત્રને મોટી વીજ ચોરી પકડાવાની આશા છે.

(12:16 pm IST)