Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

પોરબંદરઃ નશીલા પદાર્થની જેમ ભુતકાળમાં આરડીએકસનું કનેકશન પંજાબમાં ખુલેલ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૧ર : તાજેતરમાં મુંદ્રા કચ્છમાં ર૧ હજાર કરોડનુ઼ હેરોઇનને ટેલકેમ પાવડરના કન્ટેઇનરની આડમાં લાવવાનો પર્દાફાશ થયેલ અને તપાસમાં હેરોઇન જથ્થાનું પંજાબ કનેકશન ખુલ્યુ છે તેવી રીતે ભુતકાળમાં પોરબંદર કાંઠે આરડીએકસ લેન્ડીંગ અંગેનું કનેકશન પંજાબમાં ખુલ્યુ હતુ. દેશહિત માટે કાંઠા ઉપર નજર  રાખતા અને અવાર નવાર સુરક્ષા માટે એલર્ટ કરતા ડેન્જર ચાર્લીએ નશીલા પર્દાથ ઘુસાડવાના પ્રકરણમાં પંજાબ તરફ કનેકશન હોવાનો ઇશારો અગાઉથી કરેલ હતો.

પોરબંદર દરિયાકાંઠો અતિ સંવેદનશીલ જાહેર કરાયો છે. ત્યારે હજુ પણ ડ્રગ્સ માફિયાઓ પોરબંદર દરિયાકાંઠાઉપર નજર રાખીને કન્સાઇમેન્ટની તક શોધી રહયા છ તે હવે ડેન્જર અને ચાર્લીએ દેશ હિત માટે દરિયાકાંઠે સુરક્ષા મજબુત બનાવવા સમયાંતરે ઇશારો કરે છે. ભુતકાળમાં ૧૯૯૪-૯પમાં બાર માસી બંદર ઉપર પ્લાસ્ટીકના દાણા ભરીને સ્ટીમર આવેલ તે વખતે ધંધાકીય ઘર્ષણ થતા રમેશ સીંધવને હત્યા થયેલ ત્યાર પછી સમયમાં ગોદિં ટી.ટી.ની હત્યા થઇ હતી. હત્યાનો આરોપી એન્કાઉન્ટરમાં માર્યા ગયેલ પોરબંદર અતિ સંવેદનશીલ દરિયાકાંઠા ઉપર ૧૯૮પથી  દાણચોરી  સાથે હથિયારો આપવાના શરૂ થયેલ ત્યાર પછી ૧૯૯રમાં આરડીએકસ પ્રકરણ બહાર આવ્યુ હતુ. આરડીએકસ પ્રકરણમાં એક સફેદ એમ્બેસેડર ધોરાજી ગયેલ અને ડીલીવરી અપાઇ  તેમજ ધોરાજીથી પંજાબમાં પગેરૂ ગયાનું ખુલ્યુ હતુ. આરડીએકસ પ્રકરણ ઉંડાણપુર્વક તપાસ દરમિયાન મમુમીયા દુબઇ ચાલી ગયેલ. ત્યાર પછી પોરબંદર દરિયા નજીક ર૪૬ કરોડનું હેરોઇન પકડાયુ ત્યાર પછી બીજુ નશીલા પદાર્થનું કન્સાઇમેન્ટ કોસ્ટગાર્ર્ડે પકડયુ હતુ. બીજી બાજુ કન્સાઇમેન્ટ પાછળ રાજકીય પડછાયાની તેમની દેશમાં ખાનગીકરણનો મુદાથી નુકસાનની ચર્ચા છે. હજુ ૬ માસ પહેલા ૪૩ હજારના ચરસ સાથે પોરબંદરના શખ્સ અમદાવાદમાં ઝડપાયો હતો. અતિ સંવેદનશીલ દરિયાકાંઠે સુરક્ષા મજબુત બનાવવાની જરૂરની ડેન્જર અને ચાલીૈએ સર્વે ઉપરથી સમયાંતરે ઇશારો કરેલ છે.

(12:21 pm IST)