Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

પોરબંદર લોહાણા મહાજન દ્વારા ડો. નિમાબેન આચાર્યનું સન્માન

પોરબંદર તા.૧ર : ગુજરાતન વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ શ્રીમતિ ડો. નિમાબેન આચાર્ય  જયારે પોરબંદર પધાર્યા ત્યારે લોહાણા મહાજન અને અંતર્ગત તમામ સંસ્થા દ્વારા પોરબંદર જીલ્લાની અનેકવિધ સામાજિક રઘુવંશી સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ.

મહાજન શ્રેષ્ઠીઓ સાથે લોહાણા મહાજન રાણાવાવત થા અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીરસેના  પોરબંદર ડીસ્ટ્રીકટના હોદેદારો ડો. નિમાબેન આચાર્યના સન્માન સમારંભમાં ઉપસ્થિત રહયા હતા. સન્માન સમારંભમાં ભરતભાઇ રાજાણી, મનસુખભાઇ રાયચુરા, અશોકભાઇ ગંડેચા, રામ રાયચુરા, કમલેશ લુકકા તથા વિપુલ ગંડેચા માન શ્રી પદુભાઇ રાયચુરા, અશોકભાઇ ગંડેચા, રામુ રાયચુરા, કમલેશ લુકકા તથા વિપુલ ગંડેચા, પદુભાઇ રાયચુરા, સંજયભાઇ કારીયા, અનિલભાઇ કારીયા, રાજુભાઇ લાખાણી, હરસુખભાઇ બુધ્ધદેવ, પરિમલ ઠકરાર તથા પ્રકાશભાઇ ઉનડકટ સહિતના આગેવાનો હાજર રહયા હતા.

(12:09 pm IST)