Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

કોડીનારના માલશ્રમ ગામે યુવાનની હત્યા કરી આરોપીએ કુવામાં પડતુ મુકયું: બાવાજી પરીવારની ઘટનાથી અરેરાટી

(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા., ૧રઃ કોડીનાર તાલુકાના માલશ્રમ ગામે એક જ પરીવારના બે બાવાજી યુવાનો કોઇ કારણોસર બાખડતા એક યુવાને બીજા યુવાનને માથામાં કુહાડીના ઘા મારતા તેનું મૃત્યુ નિપજયું છે.

જયારે મારનાર યુવાન કોઇ કારણોસર માલશ્રમ ગામની સીમમાં આવેલા કુવામાં પડતુ મુકેલ હોવાનું જાણવા મળે છે.

મારનાર યુવાનના ચંપલ કુવા કાંઠેથી મળી આવેલા છે. તે કુવામાં પડેલો છે કે કેમ તેની શોધખોળ ચાલુ છે.

માલશ્રમ ગામના બાવાજી પરીવારના બે યુવાનો કોઇ કારણોસર બાખડયા હતા જેમાં મહેશગીરી મોહનગીરી ગૌસ્વામી નામના યુવાને હરેશગીરી ગરવાગીરી ગૌસ્વામી (ઉ.વ.ર૮)ને ગળામાં-માથામાં વાસામાં કુહાડીના ઘા મારતા તેનું મરણ થયેલ છે. બનાવ અંગે માલશ્રમ ગામમાં ચર્ચા સાથે ચકચાર મચી છે. પોલીસે ફરીયાદ લેવા તજવીજ હાથ ધરી છે. આજે સવારે આ ઘટના ઘટી છે વધુ વિગતો મેળવાઇ રહી છે.

(11:09 am IST)