Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન

રાજકોટ,તા. ૧૨: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર હવામાનનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે કોઇ -કોઇ જગ્યાએ હળવો ભારે વરસાદ વરસી જાય છે.

દરરોજ સાંજ સુધી બફારા સાથે ઉનાળા જેવા વાતારણનો અનુભવ થાય છે.

જ્યારે સાંજના સમયે વાતાવરણ પલ્ટા સાથે ચોમાસા જેવું વાતાવરણ છવાઇ જાય છે. અને વરસાદ પડે છે.

પાછોતરા વરસાદના કારણે પાકને નુકશાન થઇ રહ્યુ છે.

જૂનાગઢ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ : જૂનાગઢ જીલ્લાના મેંદરડા, માળીયાહાટીના, વિસાવદરમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા.

(10:56 am IST)