Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

કચ્છમાં વહેલી પરોઢે ૩.૭ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો : કેન્દ્ર બિંદુ રાપર નજીક

(વિનોદ ગાલા દ્વારા ભુજ::: કચ્છમાં ભૂકંપની અલગ અલગ ફોલ્ટ લાઈનો ફરી સક્રિય બની છે અને વારંવાર ભૂકંપના આંચકા ધરાને ધ્રુજાવી રહ્યા છે. આજે વહેલી પરોઢિયે ૪.૨૨ મિનિટે રિક્ટર સ્કેલ ઉપર ૩.૭ નો આંચકો નોંધાયો હતો. સિસ્મોલોજી રિસર્ચ સેન્ટર ગાંધીનગરની નોંધ અનુસાર આ આંચકાનુ કેન્દ્ર બિંદુ રાપર નજીક નોંધાયું છે. જોકે, તાજેતરમાં જ ભચાઉ અને ખાવડા નજીક પણ કેન્દ્ર બિંદુ ધરાવતાં આંચકા નોંધાઇ ચૂક્યા છે.

(9:34 am IST)