Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

મોરબી જિલ્લાની આઈટીઆઈમાં ખાલી રહેતી બેઠકો પર ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ.

મોરબી જીલ્લાની સરકારી આઈ.ટી..આઈ મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા, તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/ વ્યવસાયોમાં પ્રવેસ શત્ર ઓગસ્ટ – ૨૦૨૧ માં જૂજ બેઠકો ખાલી રહેલ છે. જેમાં પ્રવેશ મેળવવા માટે ચોથા રાઉન્ડ માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવેલ છે. ઓનલાઇન ભરેલા ફોર્મ આઈ.ટી.આઈ. ખાતે રજીસ્ટર કરવાની છેલ્લી તારીખ-૨૬/૧૦/૨૦૨૧ છે.

પ્રવેશવાંચ્છું ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી અથવા ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રૂl. ૨૦/- ભરીને ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકશે. ઓનલાઈન પ્રવેશફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટઆઉટ કાઢી તેમાં જે સંસ્થા માટે ફોર્મ ભરવાનું હોય તેની વિગતો ભરી જરુરી લાયકાતના સ્વપ્રમાણીત પ્રમાણપત્રોની નકલો સાથે જે તે નજીકની સરકારી .ટી.આઇઆઇ ખાતે રુ.૫૦/- ફોર્મ/આઇ.ટી.આઈ દીઠ રજીસ્ટ્રેશન ફી ભરી તે અંગેની પહોંચ મેળવી લેવાની રહેશે.
જે ઉમેદવારોએ અગાઉ .ટી.આઇઆઇ.માં પ્રવેશ લેવા માટે ઓનલાઈન પ્રવેશફોર્મ ભરેલ હોય અને કોઈ કારણોસર પ્રવેશ મેળવી શકેલ ન હોય તો તેવા ઉમેદવારોએ અગલથી રૂ! ૫૦/- રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેતી નથી તેઓએ ઓનલાઇન પ્રવેશફોર્મ, રજીસ્ટ્રેશનની રસીદની ઝેરોક્ષ નકલ સહિત સંબધીત આઈ.ટી.આઈ ખાતે નવીન અરજી ફોર્મ ઓનલાઇન ભરવાનું રહેશે. આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ અંગેના માર્ગદર્શન માટે સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી પ્રવેશ માર્ગદર્શન કાઉન્ટર કાર્યરત રહેશે.
તેમજ વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૬૦૧૧ ૦૦૬૩૮, ૯૭૧૨૧ ૫૭૪૧૭, ૮૩૨૦૧ ૬૯૫૯૯ પર સંપર્ક કરવો. ઉમેદવારે (૧) ધો-૦૮/૦૯/૧૦ ની માર્કશીટ (૨) પ્રયત્નનો દાખલો (Trial Certificate) (૩) શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર (૪) જાતીનુ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય) (૫) આધારકાર્ડ (૬) પાસપોર્ટ સાઈઝ ફોટો (૭) બેંક પાસબૂક પેલા પાનાની ઝેરોક્ષ (૮) આવકનો દાખલો (૯) BPL (જો લાગુ પડતું હોય) જરૂરી પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ સાથે લાવવાના રહેશે તેમ આચાર્ય ઔધોગિક તાલીમ સંસ્થાના   મોરબીની યાદીમાં જણાવ્યું છે

(11:07 pm IST)