Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ધો.૯ અને ધો.૧૧ મા વિધાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જતા નવા પ્રવેશની મુદત વધારવા NSUIની શિક્ષણ અધિકારીને રજૂઆત

. પ્રવેશને લીધે કોઇ પણના ભાવિ સાથે ચેડા ના થાય તેમજ તેમનું ભાવિ જોખમાય નહિ તે જોઇને આપ યોગ્ય કરો તેવી માંગ

 પોરબંદર : COVID ના લાંબા સમયગાળા બાદ શાળાઓ ફરી શરૂ કરવામાં આવી છે જેથી શાળાઓમા પણ હજુ વિધાર્થીઓ ની પાંખી હાજરી જોવા મળતી હોય છે. શાળામાં ઘણા સમયબાદ પ્રત્યેક્ષ રીતે શિક્ષણ કાર્ય શરૂ થયું છે.. બોર્ડ દ્વાર નવા પ્રવેશ માટે તા.૨૦/૯/૨૦૨૧ છેલ્લી તારીખ અપાઈ હતી..પરંતુ પોરબંદર જિલ્લામાં હજુ ઘણા ગરીબ વર્ગના વિધાર્થીઓ છે કે પ્રવેશથી વંચિત રહી ગયા છે

   કારણે કે ઘણા વાલીઓને પ્રવેશ બાબતે એવી સમજણ હતી કે વિધાર્થીઓ શાળાએ જવાનુ શરૂ કરે પછી જ પ્રવેશ લેવોનુ શરૂ થશે.. જેને કારણે ઘણા વિધાર્થીઓ ચાલુ વર્ષમાં પ્રવેશથી વંચિત રહી ગયા છે તે તમામ વિધાર્થીઓને પ્રવેશ અપાય તેવી પોરબંદર જિલ્લા NSUI એ માંગ કરી હતી.. થોડા દિવસમા પરિક્ષાઓ પણ ચાલુ થવાની હોય ત્યારે આપ ગરીબ વર્ગના વિધાર્થીઓનુ ભાવિના બગડે તે માટે સત્વરે ગુજરાત માધ્યમિક બોર્ડેમા રજૂઆત કરી નવા પ્રવેશ માટેની યાદી બહાર પડાય તેવી રજૂઆત કરી હતી.. પ્રવેશને લીધે કોઇ પણના ભાવિ સાથે ચેડા ના થાય તેમજ તેમનું ભાવિ જોખમાય નહિ તે જોઇને આપ યોગ્ય કરો તેવી માંગ  કરાઈ છે
  પોરબંદર જિલ્લા NSUI પ્રમુખ કિશન રાઠોડ,જયદિપ સોલંકી,રોહિત સિસોદિયા,રાજ પોપટ,અર્જુન નકુમ,યશ ઓઝા,પરેશ થાનકી,હિરેન મેઘનાથી વગેરે જોડાયા હતા

(9:59 pm IST)