Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

જામનગરની આંતરરાષ્ટ્રીય એજ્યુકેશન સંસ્થા અલોહા એશ્યોર એકેડમી દ્વારા ૯મી ગ્રેજ્યુએશન સેરેમની તથા એન્યુઅલ ફંકશન

૧૭૦ થી વધારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવામાં આવ્યા : ૧૫ વર્ષની ઉજવણીના ભાગ રૂપે વિદ્યાર્થીઓ માટે ખાસ સ્ક્રેચ કાર્ડ લોંચ કરાયા-જેના દ્વારા જીતી શકાશે રૂ.૧૦૦-રૂ.૫૦૦૦ સુધીના ઇનામો અને રોકડ લાભ

જામનગરમાં આંતરાષ્ટ્રીય એજ્યુકેશન સીસ્ટમ અલોહાને લાવનાર એશ્યોર એકેડમી જોલી બંગલો સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓના સંપુર્ણ ડેવલપમેન્ટ તથા અન્ય અનેક લાભ માટે અનેકવિધ કાર્યક્રમ વર્ષ દરમ્યાન યોજાતા હોય છે. એકેડમીનો વર્ષનો સૌથી અગત્યનો મનાતો પ્રોગ્રામ ''ગ્રેજ્યુએશન સેરેમની તથા એન્યુઅલ ફંકસન'' યોજવામાં આવ્યો હતો.

અત્યાર સુધીમાં ૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને બ્રેઇન ડેવલપમેન્ટની તાલીમ આપી ચુકેલ સંસ્થા એટલે કે એશ્યોર એકેડમી (અલોહા તથા એજ્યુકેશન-જોલી બંગલા) દ્વારા વિદ્યાર્થીઓને બ્રેઇન ડેવલપમેન્ટ ટ્રેઇનીંગ સાથે ઇંગ્લીશ લેંગ્વેજ ઇમ્પૃવમેન્ટ માટેની તાલીમ આપવામાં આવતી હોય છે. ગ્રેજ્યુએશન સેરેમની માં વિદ્યાર્થીઓએ પોતાની ઇંગ્લીશ લેંગ્વેજ પ્રદર્શીત કરતો ડેમોન્સટ્રેશન આપ્યો હતો. તેમજ અલોહાની શરૂઆતથી લઇને અંત સુધી એટલેકે ત્રણ વર્ષની જર્નીને પ્રદર્શીત કરતો પ્લે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. તેવીજ રીતે એલીટ એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ બ્રાઇટબ્રેઇન ટ્રેઇનીંગ દ્વારા મળેલ તાલીમને બંધ આંખે અનેક વસ્તુઓ ઓળખીને પ્રદર્શીત કરેલ.

રાજ્ય રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તર પર મળેલ પુરસ્કાર માટે તથા અલોહા અને એલીટના કોર્ષ પુર્ણ કરવા માટેના અનેકવિધ પુરસ્કારો વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. સેન્ટર લેવલ કોમ્પીટીશનમાં વિજેતા થનાર કુલ ૫૦ થી વધારે વિદ્યાર્થીઓને ટ્રોફી આપવામાં આવેલ. સોશીયલ મીડીયા મેન્ટલ ફીટનેસ કોન્ટેસ્ટમાં વિદ્યાર્થીઓએ પોતાની સ્કીલને પ્રદર્શીત કરીને ઇન્ટરનેટ પર પ્રસીધ્ધિ મેળવવા બદલ ઇનામો જીત્યા હતા. ડ્રોઇંગ તેમજ કલરીંગ કોમ્પીટીનના વિજેતાઓને પ્રાઇઝ અપાયા તથા સેન્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને પણ સરપ્રાઇઝ  એવોર્ડસ જાહેર કરાયા હતા.

આ કાર્યક્રમ એકેડમી માટે ખુબજ ખાસ હતો કારણ કે  એકેડમીએ ૧૫ વર્ષની ઉજવણીની શરૂઆત આ કાર્યક્રમ દ્વારા કરેલ હતી. જેમાં નવા જોડાનાર વિદ્યાર્થીઓને રૂ.૧૦૦ થી રૂ.૫૦૦૦ સુધીના ઇનામો સ્ક્રેચ કાર્ડ દ્વારા આપવાની શરૂઆત કરવામાં આવેલ જે આગામી નવેમ્બર મહીના સુધી ચાલુ રહેશે.

ડીરેકટર ઉદય કટારમલ દ્વારા  એશ્યોર એકેડમીની ટીમ તથા સર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રશંસાના હકદાર ગણાવ્યા હતા.

(12:58 pm IST)