Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

લોધીકાના દેવડાના કેવલમ્ રિસોર્ટમાં રહી સફાઇ કામ કરતાં જુનાગઢના નવદંપતિએ ફિનાઇલ પીધું

હરિ અને ગંગાને રાજકોટમાં સારવાર અપાઇઃ ભુલથી પી ગયાનું પોલીસને જણાવ્યું

રાજકોટ તા. ૧૨: લોધીકાના દેવડામાં કેવલમ્ રિસોર્ટ-રેસિડેન્સીમાં રહેતાં અને સફાઇ કામ કરતાં મુળ જુનાગઢના નવદંપતિએ ફિનાઇલ પી લેતાં સારવાર માટે બંનેને રાજકોટ ખસેડાયા હતાં. ટૂંકી સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા લીધી હતી. ભુલથી ફિનાઇલ પી લીધાનું બંનેએ પોલીસને કહ્યું હતું.

દેવડા કેવલમ્માં રહેતાં હરિ નાથાભાઇ વાઢેર (ઉ.૨૩) અને ગંગા હરિ વાઢેર (ઉ.૨૩)એ ગઇકાલે બપોર બાદ ઘરે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે લોધીકા પોલીસને જાણ કરી લોધીકાના પીએસઆઇ બરબસીયા અને ઉપેન્દ્રસિંહે બંનેનું નિવેદન નોંધ્યું હતું. બંનેના કહેવા મુજબ પોતે મુળ જુનાગઢના વતની છે અને હાલ કેવલમ્માં રહી સફાઇ કામ કરે છે. છ મહિના પહેલાજ લગ્ન થયા છે. ભુલથી છાસ સમજી ફિનાઇલ પી ગયા હતાં.

ચીભડામાં જયદિપે  ઝેર પીધું

લોધીકાના ચીભડા ગામે રહેતાં અને કારખાનામાં મજૂરી કરતાં જયદિપ મહેશભાઇ ખીમસુરીયા (ઉ.૨૧) નામના વણકર યુવાન ઝેરી દવા પી જતાં સિવિલ  હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી. જયદિપ બે બહેનનો એકનો એક ભાઇ છે અને સંતાનમાં એક પુત્ર છે. દવા પીવાનું કારણ પરિવારજનો જાણતા નથી.

(11:35 am IST)