Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ગોસાબારા કાંઠે પુનઃ સર્ચ ઓપરેશનની સંભાવના

આરડીએકસ લેન્ડીંગ થયું તે સ્થળે ખોદકામ બાદ સુરક્ષા એજન્સીઓનું મૌનઃ દિલ્હીની સુરક્ષા એજન્સી દ્વારા પ્રથમ સર્ચ ઓપરેશનમાં જમીનમાં છુપાવેલ સોનુ હથીયારો હાથ લાગ્યા નહી

પોરબંદર, તા., ૧રઃ ગોસાબારા કાંઠે ૧૯૯૩માં આરડીએકસ લેન્ડીંગ થયું હતું. ત્યાં દિલ્હીની સુરક્ષા એજન્સી દ્વારા સર્ચ ઓપરેશન બાદ  બાતમી મુજબ જમીનમાં દટાયેલ સોનુ-ચાંદી કે હથીયારો કંઇ મળી આવ્યું નહી. ખોદકામ બાદ સુરક્ષા એજન્સીઓ મૌન થઇ ગયેલ છે અને આ સ્થળે ગમે ત્યારે પુનઃ સર્ચ ઓપરેશન હાથ ધરાય તેવી સંભાવના દરીયા કાંઠા ઉપર નજર રાખતા ડેન્જર અને ચાર્લીએ દર્શાવી છે.

ગોસા બારા કાંઠે આરડીએકસ લેન્ડીંગ થયું તે પહેલા માધવપુર અને માંગરોળ વચ્ચે લોએજ દરીયાકાંઠે ચાંદી અને હથીયારોનું કન્સાઇમેન્ટ પાર પડી ગયું હતું. જેમાં અનવર જુમ્માનું નામ ખુલ્યું હતું. જે રેકર્ડ ઉપર છે.

એક જવાબદારે તે સમયે માલને સગેવગે કરવા ગ્રામ્ય વિસ્તારમાંથી ગાડા બાંધવા ગયેલ અને હાલ આ જવાબદાર નિવૃત થઇ ગયેલ છે. ત્યાર પછી જામનગરથી મોટી રકમનું ડ્રગ્સ પકડાયું હતુ. લોએજ કાંઠાના કન્સાઇનમેન્ટ બાદ પોરબંદર ઠક્કર પ્લોટમાં એક જવાબદાર પરત જતા તેને ઉપર ટ્રક ચઢાવીને મારી નાખવા પ્રયાસ થયો હતો. જેની ફરીયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. લોએજ કાંઠાના કન્સાઇમેન્ટ બાદ પોરબંદરના મેમણવાડામાં એક મકાનમાં હથીયારો ઝડપાયા તા. જેમાં અભ્યાર ગેંગનું નામ ખુલ્યું હતું. તાજેતરમાં ગોસાબારા કાંઠે સર્ચ ઓપરેશનમાં ખોદકામ કરી સુરક્ષા એજન્સી રવાના થઇ જતા રહસ્ય અકબંધ રહયું હતું.

(3:44 pm IST)