Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ધ્રાંગધ્રાના ધોળી ગામમાં સરપંચ સહિત ર ઉપર ફાયરીંગઃ હત્યાનો પ્રયાસ

રસ્તાનાં કેસનો ચુકાદો આવ્યા બાદ જુથ અથડામણ

વઢવાણ તા.૧૨:સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં પટેલ ઉપર રસ્તા બાબતે ઠાકોર સમાજ દ્વારા થયેલ ઝઘડાના બનાવ બાદ રસ્તા બાબતે પટેલ તરફી ચુકાદો આવતા આ બાબતનું મનદુખ રાખી અને ઠાકોર પરિવારના ૬ થી ૮ જેટલા શખ્સો દ્વારા આવી ઝઘડો કરી અને ફાયરીંગ કરવની ઘટનામાં બે વ્યકિતઓનો જીવ લેવાનો પ્રયાસ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

બંન્ને જુથો દ્વારા સામસામી હાલ ફરિયાદ નોંધાવેલ છે. મેહુલ દલસુખભાઇ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે રસ્તા બાબતમા કેસ ચાલતો હતો જે કેસનો ચુકાદો અમારી ફેવરમાં આવતા આ વાતને લઇને ફરીવાર ગત મોડી સાંજના સમયે છગન ઉર્ફે લાભુ, મનુભાઇ કનૈયા મહાદેવભાઇ વનરાજ નાગજીભાઇ ચંદુ ગોગાજીભાઇ અશોક વાલજીભાઇ આવી અને અમારી સાથે બોલાચાલી કરી ડખ્ખો કર્યો હતો. છગન ઉર્ફે લાભુ એ ડખ્ખો કરી અને રિવોલ્વર કાઢી અને ધડાધડ ફાયરીંગ કરાતા બળદેવભાઇને ગળામાં, છાતીના ભાગમાં પગ ઉપર ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. જયારે મનજી ભાઇ ઉપર પણ બે થી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી છાતી ગુપ્તભાગના ભાગે બંદુકનાછરાના કારણે ઇજા પહોંચતા તાત્કાલિક અસરે ધ્રાંગધ્રા સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા જયાથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લાવવામાં આવ્યા છે. જયારે ઇજાગ્રસ્તો ને સારવાર માટે લવાયા બાદ આજ શખ્સો દ્વારા ભારે પથ્થરમારો કરી અને ભયનુ વાતાવરણ પણ ફેલાવતા ગામમાં અશાંતિભર્યો માહોલ છવાઇ ગયો હતો.

આ બનાવની નાના એવા ગામ ધોળીમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

(3:44 pm IST)
  • જૂનાગઢ-વંથલીના બરવાળા નવલખી રોડ પરથી પોલીસે રેતી ભરેલ ઓવરલોડેડ નવ ડંપર ઝડપી પાડયા :તમામને મેમો ફટકાયોઁ access_time 11:16 pm IST

  • દક્ષિણના અભિનેતાએ ખળભળાટ સર્જયો : સબરીમાલા મંદિરમાં આવનાર મહિલાના બે ટુકડા કરી નખાશે : સબરીમાલા મંદિરમાં આવનાર મહિલાના બે ટુકડા કરી નખાશે : એક ટુકડાને દિલ્હી અને બીજા ટુકડાને કેરલના મુખ્યમંત્રીની ઓફીસે ફેંકવામાં આવશે : અભિનેતા કોલમ થુલાસીનું વિવાદાસ્પદ નિવેદન access_time 4:30 pm IST

  • રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોકટર પર દુષ્કર્મ મામલો: સેસન્સ કોર્ટે આરોપી ડોકટરની જામીન અરજી ફગાવી:ડો.સચિનસિંગની જામીન અરજી ફગાવી દેવાઈ access_time 5:41 pm IST