Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

જામજોધપુર ગાંધી ચોકમાં રાસ-ગરબાની રમઝટ

 જામજોધપુર : ગાંધી ચોકમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ રાસ-ગરબાની રમઝટ સાથે નવરાત્રી પર્વનો પ્રારંભ થયો હતો જેમાં પ્રાચીન-અવાચીન રાસોત્સવમાં ખેલૈયાઓ ઝૂમી રહયા છે જેમાં વિવિધ રાસ જેવા કે મણીયારો રાસ, સળગતી મશાલ રાસ, બાળકો દ્વારા દાંડીયા રાસ, તલવાર રાસ તેમજ વેશભૂશા રાસ જેમાં શંકર, શ્રી કૃષ્ણ, જોકર, રામ વગેરે આ બધા પાત્રોનો વેશ ભજવે છે જેમાં બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો તેમજ રાસ જોવા માટે આસપાસના વિસ્તારનાં લોકો તથા શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. તેમજ ગરબીનાં યુવકોએ ખૂબ મહેનત કરી હતી. તેમજ માની આરાધના કરી હતી આ ઉપરાંત ગરબી માં પારંપરિક વાધ્યોથી સંગીતનાં સૂર રેલવામાં આવે છે. (તસ્વીર - અહેવાલ : દર્શન મકવાણા-જામજોધપુર) (પ-૧૭)

 

(1:39 pm IST)