Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ભાવનગરમાં પ્રજ્ઞાચક્ષુઓના વિશિષ્ટ ઓરકેસ્ટ્રા બેન્ડના સથવારે પ્રજ્ઞાચક્ષુ ગરબી મંડળ દ્વારા નવરાત્રીનો પ્રારંભ

ભાવનગર તા. ૧૨ : કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના પટાંગણમા કમિશનરશ્રી ગાંધી અને મંચસ્થ મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી પ્રજ્ઞાચક્ષુઙ્ગ વિદ્યાર્થીઓ દ્વારાઙ્ગ બનાવેલઙ્ગ સ્પેશ્યલ ઓરકેસ્ટ્રા બેન્ડના સથવારે યોજાતા નવરાત્રી મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સંસ્થાના માનદ મંત્રીશ્રી લાભુભાઈ સોનાણીએ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરી નવરાત્રિનો હેતુ જણાવતા કહ્યું હતું કે સામાન્ય લોકોની જેમ નેત્રહીન લોકો પણ રાસ-ગરબા રમી શકે અને સમાજની અંદર પોતાનું સ્થાન સ્થાપિત કરી શકે તે હેતુસર સામાન્ય લોકોના સહિયારા પ્રયાસોથી દર વર્ષે નેત્રહીનો દ્વારા નવરાત્રિનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવે છે. નવરાત્રી મહોત્સવમાં પ્રજ્ઞાચક્ષુ વ્યકિતઓ પણ સામાન્ય વ્યકિતઓની જેમ પારંપારિક ગરબીનું સ્થાપન કરી મા આદ્યશકિતની પૂજા-અર્ચના કરશે અને પારંપરિક વેશભૂષા ધારણ કરી ગરબે ઘૂમશે. સાથોસાથ તેઓએ આમ સમાજના લોકોને પણ પ્રજ્ઞાચક્ષુઓની આ વિશિષ્ટ ઉજવણીમાં ઉપસ્થિત રહેવા અપીલ કરી હતી.

ત્યારબાદ પૂર્વ મેયરશ્રી સુરેશભાઈ ધાંધલીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. જયારે કાર્યક્રમના ઉદઘાટકશ્રીઙ્ગ કમિશનર ગાંધીએ પણ પોતાના શબ્દો દ્વારા નવરાત્રિના મહોત્સવને ખુલ્લો મુકતા વાસ્તવિક ધાર્મિક માહોલ વચ્ચે શાળાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને, આયોજકોને મા ભગવતી, માં અંબા અપાર શકિત અર્પણ કરે તેવી શુભકામનાઓ પાઠવેલ. આ પ્રસંગે ભરતભાઈ શાહ તરફથી ૧૨ જોડી ચણીયા ચોળી અર્પણ કરાયા હતા. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ મહેશભાઈ પાઠકે કરી હતી. જયારે કાર્યક્રમનું સંચાલનશ્રી હસમુખભાઈ ધીરડાએ કર્યું હતું.(૨૧.૧૧)

 

(12:15 pm IST)
  • સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાની ઘટના યથાવત:પાટડી તાલુકાની પળોજણ : સુરેન્દ્રનગરના જેનાબાદ અને રસુલાબાદ વચ્ચે કેનાલમા ગાબડુ:ઝીઝુવાડા શાખા કેનાલમા પડયુ ગાબડું:આજુબાજુ ખેતરોમાં ફરી વળ્યું પાણી.:કેનાલમાં ગાબડુ પડતા હજારો લીટર પાણીનો વેડફાયુ :કપાસના પાકને નુકશાન access_time 5:42 pm IST

  • ગુજરાતમાં 'લોબાન' વાવાઝોડાનો ખતરો? : દેશના દરિયાકાંઠાના તમામ રાજયો એલર્ટ : દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શકયતા : અરબી સમુદ્રમાં સર્જાયુ સાયકલોનીક એર સરકયુલેશન : દક્ષિણ ગુજરાત ભારે પવન ફૂંકાવાની શકયતા : નેશનલ ઈમરજન્સી રિસ્યોન્સ સેન્ટરે આપ્યુ એલર્ટ : ૮૦ થી ૧૩૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે access_time 3:28 pm IST

  • અરવલ્લી:મોડાસા માર્કેટયાર્ડમાં વેપારીઓનો હોબાળો:દબાણ દૂર કરતા પહેલા વેપારીઓમાં રોષ:૯૮ વેપારીઓને નોટિસની મુદત પૂર્ણ થતા કાર્યવાહી :આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે:૧૦૦થી વધુ પોલીસ કાફલા સાથે કાર્યવાહી કરાશે:૩૦ વર્ષથી દુકાન ચલાવતા વેપારીઓ રડી પડ્યા access_time 5:41 pm IST