Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

બાંટવા પાસે પાણીની બોટલો હોવાનું કહેતા ટ્રકમાં તપાસ કરતા ૨૦.૫૨ લાખનો દારૂ ઝડપાયો

જૂનાગઢ તા. ૧૨ : બાંટવા પાસેથી રાત્રે પોલીસે રૂ. ૨૦.૫૨ લાખના વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે યુપીના બે શખ્સની ધરપકડ કરી કુલ રૂ. ૨૯.૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરતા બુટલેગરોમાં હલચલ મચી ગઇ હતી.

આ અંગેની વિગતો એવી છે કે, એસ.પી.સૌરભસિંઘની સુચનાથી માણાવદર નજીકના બાંટવાના પી.એસ.આઇ. આર.કે.રાઠવા રાત્રે સ્ટાફ સાથે બાંટવા બાયપાસ પર વાહન ચેકીંગમાં હતા. ત્યારે એમએચ-૦૪સીયુ-૪૪૩૦ નંબરનો ટોરસ ટ્રક રોકીને પી.એસ.આઇ. રાઠવાએ ટ્રકમાં શું ભર્યુ છે તેમ ંપૂછતા ટ્રક ડ્રાઇવરે પાણીની બોટલો હોવાનું કહ્યું હતું.

પરંતુ પોલીસને શંકા જતાં ટ્રક પરની તાડપત્રી ઉચકાવીને જોતા રૂ. ૨૦,૫૨,૦૦૦ની કિંમતના વિદેશી દારૂની ૬૮૪૦ બોટલ મળી આવી હતી.

આ દરમિયાન ટ્રકમાંથી ત્રણ નાસી ગયા હતા પરંતુ પોલીસે પીછો કરીને ઉત્તરપ્રદેશનો સમીરખાન જબરખાન શેખ અને સલમાન સુલતાન અબાસીને ઝડપી લીધા હતા.

જોકે, યુપીનો સકીલખાન અબાસી પોલીસને હાથ લાગ્યો ન હતો. પોલીસે દારૂ અને રૂ. ૯ લાખની કિંમતનો ટ્રક સહિત કુલ રૂ. ૨૯.૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

દારૂ સાથે ઝડપાયેલો ટ્રક કુતિયાણાથી જૂનાગઢ તરફ જતો હતો. આમ, પોલીસે ઓપરેશન પાર પાડીને મોટા જથ્થામાં વિદેશી દારૂ પકડી પાડતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.(૨૧.૧૬)

(12:14 pm IST)
  • દક્ષિણના અભિનેતાએ ખળભળાટ સર્જયો : સબરીમાલા મંદિરમાં આવનાર મહિલાના બે ટુકડા કરી નખાશે : સબરીમાલા મંદિરમાં આવનાર મહિલાના બે ટુકડા કરી નખાશે : એક ટુકડાને દિલ્હી અને બીજા ટુકડાને કેરલના મુખ્યમંત્રીની ઓફીસે ફેંકવામાં આવશે : અભિનેતા કોલમ થુલાસીનું વિવાદાસ્પદ નિવેદન access_time 4:30 pm IST

  • છેડતીના બનાવો રોકવા વડોદરામાં અનુપમસિંહ ગેહલોતનો નવતર પ્રયોગ : વડોદરા પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતનું જાહેરનામુ મહિલા હોસ્ટેલ, શાળા-કોલેજ બહાર ઉભા રહેવા પર પ્રતિબંધઃ ૫૦ મીટરના વિસ્તારમાં ઉભા રહેવા પર પ્રતિબંધઃ કારણ વિના કોઇ પુરૂષ નહિ ઉભા રહી શકેઃ મહિલા છેડતીને રોકવા માટે બહાર પાડયુ જાહેરનામુ access_time 4:30 pm IST

  • તેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST