Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

આટકોટના વિરનગર પાસે નરેશભાઇ સોલંકીને હડધૂત કરી ૮૦ હજારના ચેઇનની લૂંટ

યાસીન સંધી અને એક યુવતી સહિત ત્રણ શખ્સોએ આવી દરગાહ ઉપર કેમ સૂતો છો ? કહી છરી બતાવી ચેઇન લૂંટી લીધો

રાજકોટ, તા. ૧ર :  આટકોટના વિરનગર હાઇવે રોડ પર શિવવિહાર હોટલ સામે પીરની દરગાહ પાસે બે શખ્સો અને એક યુવતીએ વણકર યુવાનને છરી બતાવી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી રૂ. ૮૦ હજારના ચેઇનની લૂંટ ચલાવતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ વિરનગરમાં હરીજનવાસમાં રહેતા નરેશભાઇ કાન્તીભાઇ સોલંકી (ઉ.વ.૩૪) ગત તા. ૬/૧૦ના રોજ આટકોટ-વિરનગર હાઇવે પર શિવવિહાર હોટલ સામે પીરની દરગાહમાં સૂતા હતા. ત્યારે આટકોટનો યાસીન સંધી તથા એક ર૦ થી રપ વર્ષનો અજાણ્યો શખ્સ અને એક યુવતીએ આવી દરગાહ ઉપર કેમ સૂતો છો ? તેમ કહી ઢીકાપાટુનો મારમારી છરી બતાવી ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી રૂ. ૮૦/- હજારનો સોનાનો ચેઇન લૂંટ લીધો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા ત્રણેય નાસી ગયા હતા. આ અંગે નરેશભાઇ સોલંકીએ આટકોટ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે યાસીન સંધી તથા એક યુવતી સહિત ત્રણ શખ્સો સામે લૂંટ તથા એટ્રોસીટીની કલમ હેઠળ ગુનો દાખલ કરી એસટી એસસી સેલના અધિકારી એસ.એસ. મહેતાએ તપાસ આદરી છે. (૯.ર)

(12:12 pm IST)
  • જામખંભાળિયામાં મારામારીના કેસમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ -ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના સદસ્યના પતિને એક-એક વર્ષની સજા ફટકારતી અદાલત ;છ વર્ષ જુના કેસમાં ભાજપના આગેવાનને સજા ફટકારતા ખળભળાટ access_time 11:16 pm IST

  • અરવલ્લી:મોડાસા માર્કેટયાર્ડમાં વેપારીઓનો હોબાળો:દબાણ દૂર કરતા પહેલા વેપારીઓમાં રોષ:૯૮ વેપારીઓને નોટિસની મુદત પૂર્ણ થતા કાર્યવાહી :આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે:૧૦૦થી વધુ પોલીસ કાફલા સાથે કાર્યવાહી કરાશે:૩૦ વર્ષથી દુકાન ચલાવતા વેપારીઓ રડી પડ્યા access_time 5:41 pm IST

  • રાજયના ૧૧૪ સબ રજીસ્ટ્રારની બદલી : રાજકોટના ૩ ઝોનમાં ફેરફાર :ગાંધીનગર નોંધણીસર નિરીક્ષકની કચેરી દ્વારા રાજયના ૧૧૪ સબ રજીસ્ટર-ર(વર્ગ-૩)ની અરસપરસ બદલીના હુકમો કરાયા છે જેમાં રાજકોટમાં સબ રજીસ્ટર ઝોન-૧માં બઢતી સાથે રાજયગુરૂને ઝોન-રમાં નવા સબ રજીસ્ટરની જગ્યા ઉભી કરી પી.કે.મોદીને, ઝોન-૩માં બઢતી સાથે કારીયાને તથા ઝોન-૮માં બઢતી સાથે કરકરેને મુકવામાં આવેલ છે. access_time 4:48 pm IST