Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ભાણવડ નજીક કાર નદીમાં ખાબકી

 ભાણવડ : વેરાડ ગેઇટ બહાર ભુતવડ રોડ પર નકટી નદીના કાંઠે પાર્ક કરવામાં આવેલી એક કાર જેના નં. જીજે-૩૭ બી-૧૭૭૦ રોડથી નીચે નદીમાં ખાબકી હતી બરાબર કાંઠે જ કાર પાર્ક કરી કારચાલક ઉતરીને ગયો કે, કાર ઢાળને કારણે સરકી ગઇ અને નદીમાં ખાબકી હતી અને સામાન્ય નુકશાની થઇ હતી. બનાવની જાણ થતાં લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતાં. કરના આપમેળે નદીમાં કુદકો મારી દેવાની ઘટનાએ લોકોમાં ભારે રમુજ ફેલાવી હતી ત્યારે આ તકે ભારે વ્યસ્ત રહેતા આ રોડ પર નદીના કાંઠે સંરક્ષણ દિવાલ કે રેલીંગની તાતી જરૂર હોવાનો મેસેજ પણ આ બનાવે પાલિકાને આપ્યો છે.  (તસ્વીર - અહેવાલ : ડી. કે. પરમાર ભાણવડ) (પ-૧૬)

(12:12 pm IST)
  • ગુજરાતમાં 'લોબાન' વાવાઝોડાનો ખતરો? : દેશના દરિયાકાંઠાના તમામ રાજયો એલર્ટ : દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શકયતા : અરબી સમુદ્રમાં સર્જાયુ સાયકલોનીક એર સરકયુલેશન : દક્ષિણ ગુજરાત ભારે પવન ફૂંકાવાની શકયતા : નેશનલ ઈમરજન્સી રિસ્યોન્સ સેન્ટરે આપ્યુ એલર્ટ : ૮૦ થી ૧૩૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે access_time 3:28 pm IST

  • બ્રિટન બન્યો દુનિયાનો પ્રથમ દેશ જેણે આત્મહત્યા રોકવા મંત્રીશ્રી નિમણુક કરીઃ દર વર્ષે આશરે ૪૫૦૦ લોકો આત્મહત્યા કરે છેઃ ખુબજ ચિંતાજનક આંકડોઃ વડાપ્રધાન થેરેસા મેનું નિવેદન access_time 11:28 am IST

  • આજે પણ ફરી અમેરિકી શેરબજાર થયું ધબાય નમઃ : ડાઉ જોન્સ 545 પોઇન્ટ તૂટ્યો : વૈશ્વિક અર્થતંત્ર પર ફરી માઠા પરિણામની સેવાય રહેલી આશંકા access_time 1:45 am IST