Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ગોંડલમાં મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ રોડ પર ડિવાઇડર મુકવાની માંગણી

ગોંડલ તા.૧૨ : કોલેજ ચોકમાં રોજની ૫૦૦ જેટલી એસટી બસો આવજા કરે છે અને ભારે વાહનો રાજકોટ તરફ તેટલા જ આવજા કરે છે ત્યારે અહીના સ્કુલોના વિદ્યાર્થીનો ટ્રાફીક હોવાથી મોટા વાહનો રોંગસાઇડમાં ઘસી આવે છે અને અકસ્માતો નોતરે છે.

કોલેજ ચોકના બંને ચોક વચ્ચેના રસ્તે તુરંત ડીવાઇડર મુકવાની માંગણી ઉઠી છે.

સુધરાઇ સત્તાધિશો સિમેન્ટ રોડમાં દોડતા વાહનોની ગતિ નિયંત્રણ રાખવા રોડમાં સ્પીડ બ્રેકર મુકતા નથી તેથી માતેલા સાંઢની જેમ સિમેન્ટ રોડ પર દોડતા મોટા વાહનોને બ્રેક લાગતી નથી અને જીવલેણ અકસ્માતો સર્જાય છે. આવો જ અકસ્માત એસટી બસે થોડા દિવસ પહેલા જ સર્જેલ અને નિર્દોષ વ્યકિતનો ભોગ લીધેલ તયારે ધૂળના સ્પીડ બ્રેકર બનાવી આ ચોકમાં નાખેલ હતા. જેથી ચાર રસ્તે વાહનો ધીમે ચાલે અને અકસ્માતો ન સર્જે. આ અંગે ઘટતુ કરવા નગરપાલીકાના સતાધિશો અને ટ્રાફીક પોલીસ સંયુકત રીતે વાહનોની ગતિ નિયંત્રણ કરે અને ફોલ્ડીંગ ડીવાઇડર તુરંત નખાવે તેવી માંગણી ઉઠી છે.(૪૫.૩)

(12:09 pm IST)
  • બિલ્ડરોને મોટી રાહત :બાંધકામ પ્લાન ઓફલાઈન પાસ કરવાનું ચાલુ રાખવા નિર્ણય :ODPS અને સૌથી મહત્વનો નિર્ણંય :તહેવારોને લઈને કરાઈ જાહેરાત :મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતુ રાજકોટ બિલ્ડર એસો,અને ક્રેડાઈઃ ગુજરાત access_time 12:05 am IST

  • રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોકટર પર દુષ્કર્મ મામલો: સેસન્સ કોર્ટે આરોપી ડોકટરની જામીન અરજી ફગાવી:ડો.સચિનસિંગની જામીન અરજી ફગાવી દેવાઈ access_time 5:41 pm IST

  • આજે પણ ફરી અમેરિકી શેરબજાર થયું ધબાય નમઃ : ડાઉ જોન્સ 545 પોઇન્ટ તૂટ્યો : વૈશ્વિક અર્થતંત્ર પર ફરી માઠા પરિણામની સેવાય રહેલી આશંકા access_time 1:45 am IST