Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

કાલે ભાવનગરમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની રીજીયોનલ કાઉન્સીલની બેઠક

ભાવનગર, તા. ૧ર : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની રીજીયોનલ કાઉન્સીલની શનિવારે ભાવનગરમાં બેઠક મળશે જેમાં વેપાર ઉદ્યોગને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગુજરાતની ૯ ચેમ્બરોને એકત્ર કરી રીજીયોનલ કાઉન્સીલની રચના કરવામાં આવી છે. આ રીજીયોનલ કાઉન્સીલની બેઠક તા. ૧૩ શનિવારે ભાવનગર ખાતે ઇસ્કોન કલબમાં બપોરે ૧ર વાગ્યે મળશે. જેમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સહિત સુરત, જામનગર, જુગાર, બનાસકાંઠા, ગાંધીધામ, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરાના ચેમ્બરના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે તેમ ભાવ. ચેમ્બર કોમર્સના પ્રમુખ સુનીલભાઇ વડોદરીયાએ જણાવ્યું છે. આ મીટીંગમાં વેપાર-ઉદ્યોગને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવનાર છે. (૮.૬)

(12:09 pm IST)