Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપના ૯:કોંગ્રેસના ર સભ્યો ચૂંટાયા

ઉપલેટા તા. ૧ર :.. પાલીકા સંચાલીત પ્રાથમિક શાળાના સંચાલન માટેની સમિતિ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી ગઇકાલે યોજવામાં આવેલ હતી આ સમિતિના સભ્યો ચૂંટાવાનો હક કે મતદાર નગરપાલીકાના સદસ્યો ને હોય છે અને તેમનું મતદાન રાજયપાલ અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જે રીતે મતદાન થાય છે એ રીતે મતની વેલ્યુ આધારીત મતદાન થતુ હોય છે આ મતદાન થતા અને પરીણામો જાહેર થતા ઉપલેટા નગરપાલીકામાં ભાજપ ના ચૂંટાયેલ સભ્યો ર૭ કોંગ્રેસના ૭ અને સામ્યવાદી પક્ષનો ૧ એમ ૩૬ સભ્યો ચૂંટાયેલા હતા આ સભ્યોના પ્રમાણમાં ભાજપના ૮ અને કોંગ્રેસના ર સભ્યો ચૂંટાયેલ જાહેર કરવામાં આવેલ હતા.

વિજયભાઇ સોલંકી, વિક્રમસિંહ સોલંકી, નીલ માકડીયા, ધર્મેશ માકડીયા, નીકુલ ચંદ્રવાડીયા, કનુભાઇ બારૈયા, બહાદુરભાઇ ચંદ્રવાડીયા, ચંદ્રપાલસિંહ જાડેજા, અને નીથીષ વ્યાસ મળીને ભાજપના નવ સદસ્યો ચૂંટાયા હતા જયારે હનીફભાઇ કોડી અને ભરતભાઇ રાણપરીયા એમ બે સભ્યો કોંગ્રેસના ચૂંટાયા હતા આ ચૂંટણી સામાન્ય હતી પણ ભાજપને તેમના સભ્યોને ભાંગફોડ ન થાય તે માટે સહેલગાહે લઇ જવા પડેલ હતાં. (પ-૧ર)

(12:08 pm IST)