Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

સુરેન્દ્રનગરમાં પતરાવાળીથી મલ્હાર ચોકનો બિસ્માર રસ્તા પ્રશ્ને વેપારીઓનો હલ્લાબોલ નગરપાલિકા કચેરીએ ઘસી જઇ ૪ દિવસનું અલ્ટીમેટર આપ્યું નહિ તો આંદોલન

 વઢવાણઃ સુરેન્દ્રનગર શહેરના પતરાવાળી ચોકથી મલ્હાર ચોક તરફના બિસ્માર રસ્તાથી ત્રસ્ત વેપારીઓએ પાલિકા કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો. અગાઉ પાલિકા તંત્ર દ્વારા ૭ દિવસમાં રસ્તાની કામગીરી કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ કોઇ કાર્યવાહી શરૂ ન કરાતા વેપારીઓએ ૪ દિવસમાં રસ્તો બનાવવાનું આખરી અલ્ટીમેટમ આપ્યું છે. તેમ છતાં સુધરાઇ દ્વારા રોડની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો વેપારીઓએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી. સુરેન્દ્રનગર શહેરમાં જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટર અને પાણીની લાઇન માટે ઠેર ઠેર ખોદકામ કરવામાં આવ્યું હતું. જેના કારણે અનેક રસ્તાઓ બિસ્માર બની ગયા છે ત્યારે પતરાવાળી ચોકથી મલ્હાર ચોક તરફ જતા રસ્તા પર પાણીની લાઇન નાંખ્યા બાદ નવો રસ્તો બનાવવામાં ન આવતા વેપારીઓ પરેશાન બની ગયાં છે. સતત ઉડતી ધુળથી ત્રસ્ત બનેલા વેપારીઓએ બુધવારે પાલિકા કચેરીમાં હલ્લાબોલ કરી તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી. વેપારીઓએ રજૂઆત કરતા જણાવ્યું કે રસ્તા પર ઉડતી ધુળથી દુકાનોમાં બેસી પણ શકાતું નથી અને ગ્રાહકો પણ કોઇ આવતા નથી. તેમજ સતત ઉડતી ધુળથી ગંભીર બિમારી થવાનો પણ ભય રહે છે. ત્યારે ૪ દિવસમાં પાલિકા દ્વારા કોઇ નક્કર પગલા લેવામાં નહીં આવે તો નાછુટકે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. આ અંગે પાલિકાના એન્જીનીયર કે.જી.હેરમાએ જણાવ્યું કે જીયુડીસી દ્વારા હજુ સુધી કામ પુર્ણ થવા બાબતે એનઓસી આપવામાં આવી ન હોવા થી હજુ રોડ નું કામ શરૂ નથી થયું.(૨૩.૩)

(12:07 pm IST)
  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST

  • સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાની ઘટના યથાવત:પાટડી તાલુકાની પળોજણ : સુરેન્દ્રનગરના જેનાબાદ અને રસુલાબાદ વચ્ચે કેનાલમા ગાબડુ:ઝીઝુવાડા શાખા કેનાલમા પડયુ ગાબડું:આજુબાજુ ખેતરોમાં ફરી વળ્યું પાણી.:કેનાલમાં ગાબડુ પડતા હજારો લીટર પાણીનો વેડફાયુ :કપાસના પાકને નુકશાન access_time 5:42 pm IST

  • બિલ્ડરોને મોટી રાહત :બાંધકામ પ્લાન ઓફલાઈન પાસ કરવાનું ચાલુ રાખવા નિર્ણય :ODPS અને સૌથી મહત્વનો નિર્ણંય :તહેવારોને લઈને કરાઈ જાહેરાત :મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતુ રાજકોટ બિલ્ડર એસો,અને ક્રેડાઈઃ ગુજરાત access_time 12:05 am IST