Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

પાટડી તાલુકાના ખેડૂતો દ્વારા જો કેનાલમાં પાણી નહિ મળે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી

સુરેન્દ્રનગર તા. ૧૨ : પાટડી તાલુકામાં ઓડુ માઇનોર કેનાલ બન્યાને આઠ વર્ષ વિતવા છતાં આજ દિન સુધી આ કેનાલમાં પાણી ન છોડાતા રોષે ભરાયેલા ઓડુ ગામના ખેડૂતોએ મામલતદાર કચેરીનો ઘેરાવ કરી હલ્લાબોલ મચાવ્યો હતો. અને આગામી દસદિવસમાં કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો કો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની સાથે આગામી રાજકીય ચૂંટણીઓનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની સાથે ભવિષ્યની ચૂંટણીઓ માટે મત માંગવા  ગામના દરવાજા કાયમ માટે બંધ થઇ જશે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

ગામમાં નર્મદા કેનાલરીપેરીંગ માટે કે અન્ય કોઇ કામ માટે નર્મદાના અધિકારીઓ કે કોન્ટ્રાકટરો દેખાશે તો તેમને અમે ભગાડીશુ અને તેના પરિણામ માટે નર્મદા શાખાના અધિકારીઓ જવાબદાર રહેશે. આ અંગે ઓડુ ગામના સરપંચ ભગાભાઇ ઠાકોર સહિતના ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું કે આગામી દશ દિવસમાં અમારા ગામનો વર્ષો જૂના નર્મદા કેનાલના પ્રશ્નનો નિવેડો નહીં આવે તો અમે તમામ ખેડૂતો લોહીથી સહીકરેલું આવેદનપત્ર આપતા પણ ખચકાઇશું નહીં. જયારે પાટડી નાયબ કલેકટર રૂતુરાજભાઇ જાદવ અને મામલતદાર પી.કે.ખરાળીએ જણાવ્યું કે અમે હાલ ઓડુ સહિતના ગામોમાં નર્મદા વિભાગના અધિકારીઓ સાથે મુલાકાત લઇને આવ્યા છીએ. અને આ પ્રશ્નનો તાકીદે નિકાલ કરવાની સુચનાઓ પણ આપી દેવામા આવી છે.(૨૧.૧૨)

(12:04 pm IST)
  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST

  • રાજયના ૧૧૪ સબ રજીસ્ટ્રારની બદલી : રાજકોટના ૩ ઝોનમાં ફેરફાર :ગાંધીનગર નોંધણીસર નિરીક્ષકની કચેરી દ્વારા રાજયના ૧૧૪ સબ રજીસ્ટર-ર(વર્ગ-૩)ની અરસપરસ બદલીના હુકમો કરાયા છે જેમાં રાજકોટમાં સબ રજીસ્ટર ઝોન-૧માં બઢતી સાથે રાજયગુરૂને ઝોન-રમાં નવા સબ રજીસ્ટરની જગ્યા ઉભી કરી પી.કે.મોદીને, ઝોન-૩માં બઢતી સાથે કારીયાને તથા ઝોન-૮માં બઢતી સાથે કરકરેને મુકવામાં આવેલ છે. access_time 4:48 pm IST

  • બિલ્ડરોને મોટી રાહત :બાંધકામ પ્લાન ઓફલાઈન પાસ કરવાનું ચાલુ રાખવા નિર્ણય :ODPS અને સૌથી મહત્વનો નિર્ણંય :તહેવારોને લઈને કરાઈ જાહેરાત :મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતુ રાજકોટ બિલ્ડર એસો,અને ક્રેડાઈઃ ગુજરાત access_time 12:05 am IST