Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

પાંચ વર્ષ સુધી KBCના ઓડીશન લેવલ સુધી જ પહોંચ્યા, છઠ્ઠે વર્ષ હોટસીટનું સ્વપ્ન સાકાર થયુ

જુનાગઢના યુવાને બીગ-બી સામે જવાબો આપીને રપ લાખ જીત્યા : અમિતાભ બચ્ચનને વિશિષ્ટ બર્થ-ડે ગીફટ આપી, જોઇને બચ્ચનજી આશ્ચર્યચકિત

ભેંસાણ તા. ૧ર :.. જીવનમાં નક્કી કરેલ લક્ષ્ય સુધી પહોંચવા માટે પુરૂષર્થ, દૃઢતા અને અડગતા જરૂરી હોય છે. વ્યકિતને કોઇપણ લક્ષ્ય સિધ્ધ કરવા માટે દ્રઢ સંકલ્પ સહાયરૂપ બને છે, આવો જ એક ઘટના જૂનાગઢમાં જોવા મળી છે.

જુનાગઢના રાધાકૃષ્ણનગરમાં રહેતા અને સ્ટોક માર્કેટ કંપનીમાં આસી. વાઇસ પ્રેસીડેન્ટ તરીકેની જવાબદારી નિભાવતા હિરેનભાઇ રંજનબેન મહેતા કૌન બનેગા કરોડપતિમાં હોટ સીટ પરથી રૂ. રપ કરોડ જીતીને આવ્યા છે. તેઓએ આશરે ૮ વર્ષ અગાઉ કેબીસીમાં પહોંચવાનું સ્વપ્ન જોયુ હતું. પાંચ-વખત તેઓ ઓડીશન લેવલ સુધી પહોંચી ને પરત ફરતા હતા આમ છતાં તેઓ નિરાશ થયા નહી અને પ્રયત્ન ચાલુ રાખ્યા હતા અંતે તેઓ છઠ્ઠી વખત સફળ થયા, અને હોટ સીટ સુધી પહોંચ્યા હતાં. તેઓએ અમિતાભજી સમક્ષ પોતાના જીવનની સંઘર્ષમય કહાની વર્ણવતા બચ્ચનજી પણ ભાવુક થયા હતા, હિરેન મહેતા એ જણાવ્યુ હતું કે તેમના પિતાએ ર૦ વર્ષ પહેલા આત્મહત્યા કરી લીધી હતી ત્યારે પોતે માત્ર ૪ વર્ષના હતા, અને નાનો ભાઇ મિહીર ર વર્ષનો હતો, બાદ પોતાના માતાએ સંઘર્ષ વેઠીને બંને ભાઇઓને મોટા કર્યા, ભણાવ્યા અને વેલસેટ કર્યા, આર્થ પોતે તેઓના માતાનુ ઋણ અદા કરવા માટે કેબીસીની હોટ સીટ પર પહોંચીને સમગ્ર દેશ સમક્ષ તેઓ તેમના માતાના સંઘર્ષમય જીવન અને એક લોખંડી મહિલા તરીકે નારી શું કરી શકે તે મેસેજ પહોંચાડવા માંગતા હતા, માટે જ તેઓ દરેક સીઝન વખતે મહેનત કરતા હતાં, અંતે તેઓ સફળ થયા અને ફાસ્ટેસ્ટ ફીંગર ફર્સ્ટ માટે ફોન આવ્યો બાદ હોટ સીટ સુધી પહોંચ્યા અને રૂ. રપ લાખ જેવી રકમ જીતીને આવ્યા તેઓએ અમિતાભ બચ્ચનને બર્થ ડે ગીફટ આપી હતી, જેની નોંધ સોની ટીવી, બચ્ચનજી અને કેબીસી એ પણ લેવી પડી તેવી વિશિષ્ટ ગીફટ હતી. આ તકે હિરેનભાઇ મહેતા કહે છે કે તમે તમારા  સ્વપ્નને સાકાર કરવા માટે તનતોડ મહેનત કરવી પડે અને તેની પાછળ પડયા રહો તેને કયારેય છોડો નહી એટલે અવશ્ય સ્વપ્ન સિધ્ધ થશે. (પ.૧૩)

 

(12:01 pm IST)
  • જૂનાગઢ-વંથલીના ટીકર ગામે આધેડની બોથડ પદાથઁના ઘા મારી હત્યા:આધેડની કોહવાયેલ હાલતમા તેના જ ઘર માથી લાશ મળી:લાશને પીએમ માટે જામનગર સીવીલમા ખશેડાઇ: મૃતકના ભાઇની ફરીયાદ લઇ પોલીસે અજાણ્યાં શખ્શો સામે ખૂનનો ગૂન્હો દાખલ કયોઁ access_time 11:16 pm IST

  • આજે પણ ફરી અમેરિકી શેરબજાર થયું ધબાય નમઃ : ડાઉ જોન્સ 545 પોઇન્ટ તૂટ્યો : વૈશ્વિક અર્થતંત્ર પર ફરી માઠા પરિણામની સેવાય રહેલી આશંકા access_time 1:45 am IST

  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST