Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

તરઘડીયાના પટેલ વૃધ્ધા હંસાબેન વસોયાએ આજીડેમમાં પડતું મુકવાનો પ્રયાસ કર્યો

કાંઠા પર લપસી પડતાં ઇજાઃ મગજની બિમારીને કારણે પગલુ ભર્યુ

રાજકોટ તા. ૧૨: કુવાડવાના તરખઘડીયા ગામે રહેતાં હંસાબેન મકનભાઇ વસોયા (ઉ.૬૦) નામના લેઉવા પટેલ વૃધ્ધા ગઇકાલે સવારે દવા લેવા જવાનું કહી ગામડેથી નીકળી ગાય બાદ આજીડેમે પહોંચી પાણીમાં પડતું મુકવા જતાં કાંઠા પર પડી જતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

બનાવની જાણ થતાં હંસાબેનના પુત્ર, પતિ, જમાઇ સહિતના પરિવારજનો હોસ્પિટલે પહોંચ્યા હતાં. હંસાબેનને સંતાનમાં એક પુત્ર રસિકભાઇ અને ત્રણ પુત્રી છે. પુત્ર રસિકભાઇને રાજકોટમાં મોરબી રોડ પર શિવમ્ પાર્કમાં મકાન છે. માતા-પિતા તેની સાથે જ રહે છે. પણ હાલમાં થોડા દિવસથી બધા તરઘડીયા રહેવા ગયા હતાં. રસિકભાઇના કહેવા મુજબ માતા હંસાબેનને મગજની બિમારી હોઇ ઘરેથી નીકળી જઇ ડેમમાં પડતું મુકવા પ્રયાસ કર્યો હતો. ત્યારે કાંઠા પર લપસી જતાં ઇજા થઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(12:01 pm IST)
  • સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાની ઘટના યથાવત:પાટડી તાલુકાની પળોજણ : સુરેન્દ્રનગરના જેનાબાદ અને રસુલાબાદ વચ્ચે કેનાલમા ગાબડુ:ઝીઝુવાડા શાખા કેનાલમા પડયુ ગાબડું:આજુબાજુ ખેતરોમાં ફરી વળ્યું પાણી.:કેનાલમાં ગાબડુ પડતા હજારો લીટર પાણીનો વેડફાયુ :કપાસના પાકને નુકશાન access_time 5:42 pm IST

  • બિલ્ડરોને મોટી રાહત :બાંધકામ પ્લાન ઓફલાઈન પાસ કરવાનું ચાલુ રાખવા નિર્ણય :ODPS અને સૌથી મહત્વનો નિર્ણંય :તહેવારોને લઈને કરાઈ જાહેરાત :મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતુ રાજકોટ બિલ્ડર એસો,અને ક્રેડાઈઃ ગુજરાત access_time 12:05 am IST

  • સુરત :ઓલપાડના કિમ ગામે હીરાપન્ના ૧ સોસાયટીમાં હત્યા:પતિએ ગાળું દબાવી પત્નીની કરી હત્યા:પત્નીની હત્યા બાદ પતિએ કર્યો આપઘાત:પતિએ પંખા વડે લટકી કર્યો આપઘાત:પતિ દ્વારા પત્નીની હત્યા કરવાનું કારણ અકબંધ:હીરાપન્ના સોસાયટીમાં પતિ-પત્નીના મોતને લઈ ચકચાર:કિમ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી:મૃતક પતિ-પત્નીના મૃતદેહને પીએમ માટે મોકલી પોલીસે આગળની તપાસ હાથ ધરી.. access_time 5:40 pm IST