Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

પોરબંદર સાંદીપનિ વિદ્યા નિકેતનમાં નવરાત્રી અનુષ્ઠાનના બીજે દિવસે માતાજીના વિવિધ સ્વરૂપનું પૂજન યોજાયું

જૂનાગઢ, તા. ૧૨ :. સાંદીપનિ વિદ્યા નિકેતનમાં નવરાત્રિના બીજા નોરતાએ સંત શ્રી રમેશભાઈ ઓઝાએ સવારના સત્રમાં નવરાત્રિનું અનુષ્ઠાન કરાવતા પૂર્વે નવરાત્રિમાં જ અનુષ્ઠાન શા માટે કરવું જોઈએ તે વિશે ચિંતન વ્યકત કરતા કહ્યું હતુ કે ખેડૂત ખેતી કરે પણ જો તે ચોમાસામાં ખેતી કરશે તો તેના પાકની અસર જુદી જ આવશે એવી જ રીતે નવરાત્રિમાં જે લોકો સાધક છે તેમણે પોતાને અનુકુળ કોઈને કોઈ અનુષ્ઠાન કરવું જોઈએ તેથી અનુષ્ઠાન કરવા માટે આપણે શારદીય નવરાત્રિમાં ઉપસ્થિત થયા છીએ.

જેવી રીતે પ્રથમ દિવસે માતાજીના શૈલપુત્રીનું પૂજન થયું એ રીતે આજે માતાજીના બ્રહ્મચારિણી સ્વરૂપનું પૂજન કરવામાં આવ્યું. માતાના વિવિધ સ્વરૂપોનું પૂજન એ નવરાત્રિની વિશેષતા છે અને કથાને તુલસીદાસજીને માતાની ઉપમા આપી છે.

અનુષ્ઠાનમાં રામ જન્મોત્સવ

આજે શારદીય નવરાત્રિ અનુષ્ઠાનના બીજા દિવસના અનુષ્ઠાનમાં બાલકાંડમાં શ્રીરામજીનું પ્રાગટય થાય છે ત્યારે આ સમયે પૂજ્ય ભાઈશ્રીએ શ્રીરામજીના પ્રાગટયની ચોપાઈનું ગાન કરીને રામજીના પ્રાગટયની ઉજવણી કરી હતી. સાથે હર્ષોલ્લાસપૂર્વક શ્રોતાઓએ પણ 'અવધ મેં આનંદ ભયો જય રામચંદ્ર કી'ના નાદ સાથે રામજીના પ્રાગટયને વધાવ્યું હતું.

બપોરના સત્રના કથાકારનો પરિચય

ભાઈશ્રીએ ગઈકાલથી શરૂ થયેલી ભાનુપુરા પીઠાધિશ્વર શ્રી દિવ્યાનંદતીર્થજીને વૈદિક પરંપરાના વિદ્વાન સંન્યાસી તરીકે ઓળખાવીને તેમના ગુરૂ વિષ્ણુ આશ્રમ મહારાજના વિરકત સંન્યાસી સ્વરૂપનો પરિચય આપીને તેમના શિષ્ય સ્વરૂપ દિવ્યાનંદતીર્થજી મહારાજને સનાતન વૈદિક પરંપરાના સંન્યાસી તરીકે ઓળખાવ્યા હતા અને તેમની કથાને વેદાન્ત પરક ભાગવત કથા ઓળખાવી ભાવ-વંદના કરી હતી. સ્વામીજીએ પોતાના પ્રવચનમાં કહ્યું કે આપણે ૧૦૦ વર્ષ જીવીએ તે આપણી કામના છે. છતાં કાલે જીવતા હોઈશું તેની શું ખાતરી છે ? પોતાનો અનુભવ વર્ણવતા તેમણે કહ્યું કે હું કોઈને કાર્યક્રમની તારીખ આપું છે

(10:09 am IST)
  • બ્રિટન બન્યો દુનિયાનો પ્રથમ દેશ જેણે આત્મહત્યા રોકવા મંત્રીશ્રી નિમણુક કરીઃ દર વર્ષે આશરે ૪૫૦૦ લોકો આત્મહત્યા કરે છેઃ ખુબજ ચિંતાજનક આંકડોઃ વડાપ્રધાન થેરેસા મેનું નિવેદન access_time 11:28 am IST

  • ફેસબુકે જાહેર કર્યું છે કે ૨.૯૦ લાખ યુઝર્સના ડેટા ચોરાઈ ગયા છે: નવભારત ટાઈમ્સના હેવાલથી મોટો ખળભળાટ.. access_time 1:02 am IST

  • તેલંગણામાં જબરી રાજકીય હલચલ :કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પત્ની સવારે ભાજપમાં જોડાયા બાદ મોડીરાત્રે કોંગ્રેસમાં વાપસી :રાજનરસિંમ્હાની વરિષ્ઠતાને લઈને પદ્મિની ભાજપમાં સામેલ થતા કોંગ્રેસને ભારે શર્મીદગીનો સામનો કરવો પડ્યો :વરિષ્ઠ નેતા સી,દામોદર રાજનસિંમ્હાની પત્ની પદ્મિની રેડ્ડી મોડીરાત્રે ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા :રાજનરસિંમ્હા અવિભાજ્ય આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી એન,કિરણકુમાર રેડ્ડીના મંત્રીમંડળમાં ઉપમુખ્યમંત્રી હતા access_time 1:15 am IST