Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

કચ્છમાં ગાજવીજ સાથે ક્યાંક ભારે તો કયાંક હળવો વરસાદ : વાતાવરણમાં ઠંડક પ્રસરી

ભુજ ::::કચ્છમાં ગાજવીજ સાથે ક્યાંક ભારે તો કયાંક હળવો વરસાદ આજે બપોરે એક વાગ્યા આસપાસ વરસી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

       ભુજ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત ગાંધીધામ સંકુલમાં કંડલા વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે.

     કચ્છના લાખોદ અને તેના આસપાસના વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો.અંજારના તાલુકા ગામડાંઓમાં  વરસાદ વરસી રહ્યો છે.

      આ ઉપરાંત ભીમાસર, વરસામેડી, વિસ્તારમાં વરસાદ પડ્યો છે.અંજાર શહેર માં વરસાદી વાતાવરણ વચ્ચે  વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા.વરસાદના પગેલ ઠેર ઠેર પાણી વહી રહ્યા છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

(1:36 pm IST)