Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

જિલ્લા રોજગાર કચેરી, જામનગર દ્વારા બેન્કિંગ પરીક્ષાઓ અંગે યુટયુબ લાઇવ વેબિનાર યોજાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૨ : જીલ્લા રોજગાર કચેરી, જામનગર અને સુવિખ્યાત યુટ્યુબર અને કારકિર્દી નિષ્ણાંત વકતા જયેશભાઇ વાઘેલા સર (ભૂતપૂર્વ બેંક કર્મચારી) સંયુકત રીતે મળીને એમ્પ્લોયમેન્ટ ઓફીસ જામનગર ની ઓફીશીયલ યુટ્યુબ ચેનલ પર બેન્કિંગ ક્ષેત્ર ની જુદી જુદી IBPS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કેમ કરવી તે અંગે માર્ગદર્શન લાઇવ સેશન વેબિનાર યોજાયો. જેમાં એમ્પ્લોયમેન્ટ ઓફીસ જામનગરની ઓફીશીયલ યુટ્યુબ ચેનલના ૨૩૦થી વધુ સબસ્ક્રાઈબ ઉમેદવારોએ લાઇવ ભાગ લઇને પીપીટી દ્વારા સરળ અને ખુબ જ માર્ગદર્શક માહિતી જયેશભાઇ વાઘેલા સર દ્વારા મેળવેલ. આ વેબિનાર માં જયેશભાઇ વાઘેલા સર દ્વારા મેથ્સ, રીઝનીંગ, ઈંગ્લીશ, સામાન્ય જ્ઞાન જેવી જુદી જુદી તૈયારીઓ કેમ કરવી, વર્તમાન સમયમાં કઇ કઈ પરીક્ષાઓ માટે ફોર્મ ભરાઇ રહ્યા છે જેની વિગતવાર માહિતી આપે. તથા હાજર ઉમેદવારોના સવાલોના જવાબ આપેલ.

આ યુટ્યુબ ચેનલ પર લાઇવ સેશન વેબિનાર ૨૫૮ ઉમેદવારોએ લાઇવ નિહાળ્યો અને માર્ગદર્શન મેળવેલ. તથા મદદનીશ નિયામકશ્રી જામનગર, શ્રી સરોજબેન સાંડપા મેડમ દ્વારા ઉમેદવારોને બેન્કિંગ ક્ષેત્રમાં આગળ વધવા તથા કારકિર્દી બનાવવા માટે પ્રેરણાત્મક સ્પીચ આપેલ. આ સમગ્ર લાઇવ સેશન નું સંચાલન જીલ્લા રોજગાર કચેરી ખાતે ફરજ નિભાવતા કરિયર કાઉન્સેલરશ્રી અંકિતભાઇ ભટ્ટ દ્વારા કરવામાં આવેલ. તથા આ સેમીનાર માટે ૧૩૦૦ ઇમેઇલ અને સોશિયલ મીડિયા પર માહિતી પ્રચાર પ્રસાર કરવામાં આવેલ.

વધુમાં જીલ્લા રોજગાર કચેરી, જામનગર દ્વારા જામનગર જીલ્લાના રોજગારવાંચ્છું ઉમેદવારોને વિનામૂલ્યે રોજગારી તથા નોકરીની માહિતી મળી રહે તથા નોકરીની તક મળી રહે અને ઉમેદવારો મોબાઇલ થકી જીલ્લા રોજગાર કચેરી સાથે જોડાઇ તે માટે જીલ્લા રોજગાર કચેરી દ્વારા યુટ્યુબ ચેનલ Employment Office Jamnagar, ટેલીગ્રામ ચેનલ @Alljobinformation અને ફેસબુક પેજ Employment Office Jamnagar પણ ચલાવવામાં આવે છે. જેમાં વધુમાં વધુ ઉમેદવારો જોડાઇ અને વિનામૂલ્યે માહિતી તથા માર્ગદર્શન મેળવી શકે છે. તથા જીલ્લા રોજગાર કચેરી જામનગરની યુટ્યુબ ચેનલ Employment Office Jamnagar પર પોસ્ટ કરવામાં આવેલા માર્ગદર્શક વિડિયો જોવા તથા વિનામૂલ્યે માહિતી મેળવવા જણાવવામાં આવે છે. નીચેના માધ્યમ દ્વારા જીલ્લા રોજગાર કચેરી જામનગર સાથે કોઇપણ ઉમેદવારો જોડાઈ ને માહિતી માર્ગદર્શન મેળવી શકે છે. જેની જાણ કરવામાં આવે છે.

(12:54 pm IST)