Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ગોંડલ યાર્ડમાં નવી મગફળીની ૧૦૦૦૦ ગુણીની આવક

ગોંડલઃ મગફળીની સીઝન શરૂ થતા ગોડલ માર્કેટ યાર્ડ માં ૧૦૦૦૦ ગુણી નવી  મગફળીની આવક થયેલ છે. મગફળીના ૨૦ કીલોના ૮૫૦ થી ૧૦૦૦ સુધીના ભાવ છે. દીન પ્રતીદીન વધારો થતો રહેશે ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિયાળા તથા વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજાએ જણાવે છે કે મગફળી સુકવીને લાવવી જેથી કરીને ખેડૂતોને પુરતા ભાવ મળે. ખેડૂતોને ખેત પેદાશોના સારા ભાવ મળી રહે છે. ખેડૂત ભાઈઓ નો માલ બગડે નહીં સમયસર તોલ થઇ જાય અને માલનો વધારેમાં વધારે નિકાલ થાય તેની પૂરતી તકેદારી રાખવામા આવે છે.(તસ્વીર-જીતેન્દ્ર આચાર્ય)

(12:49 pm IST)