Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

દેવભૂમિ દ્વારકા જીલ્લાની ડ્રીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની સંપન્ન

દેવભુમિ દ્વારકા તા.૧૨:  દેવભૂમિ દ્વારકા જિલ્લાની ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક ચેરપર્સન અને સાંસદશ્રી પુનમબેન માડમના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી શ્રીવાસ્તવે ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો. ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટીના મુદાઓનું વાંચન કર્યું હતું. જેમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર બાંહેધરી યોજના. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, દિનદયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી ગ્રામિણઆવાસ યોજના, સ્વચ્છ ભારત મીશન (ગ્રામીણ), પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, શ્યામા પ્રસાદ મુખરજી રૂર્બન મિશન-નેશનલ રૂર્બન મિશન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, સુગમ્ય ભારત અભિયાન, નેશનલ સોશીયલ આસીસ્ટન્ટ  પ્રોગ્રામ, મીડ ડે મિલ સ્કીમ, પ્રધાનમંત્રી આવાસ યોજના (દરેક ને ઘર ) શહેરી, સ્વચ્છ ભારત મીશન, નેશનલ હેરીટેઝ સીટી ડેવલોપ્મેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના, અટલ મિશન ફોર રીજુવીનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મશન, નેશનલ રૂરલ ડ્રીન્કીંગ વોટર પ્રોગ્રામ, ડીઝીટલ ઇન્ડીયા લેન્ડ રેકોર્ડસ મોર્ડનાઇઝેશન,  દિન દયાલ ઉપાધ્યાય ગ્રામ જયોતિ યોજના, સંકલીત ઉર્જા વિકાસ યોજના, નેશનલ હેલ્થ મિશન, સર્વ શીક્ષા અભિયાન, બેટી બચાવો, બેટી પઢાવો, ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલોપમેન્ટ સ્કીમ, પ્રધાનમંત્રી ઉજવલા યોજના, એલપીજી કનેકશન ટુ બીપીએલ ફેમિલીઝ, રાષ્ટ્રીય ખાદ્યાન સુરક્ષા અધિનિયમનો અમલ,  પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, ડીઝીટલ ઇન્ડીયા – પબ્લીક ઇન્ટરનેટ એકસેશ પ્રોગ્રામ – પ્રોવાઇડીગ કોમન સર્વિસ સેન્ટર ઇન ઇચ ગ્રામ પંચાયત, ઇન્ફાસ્ટ્રકચર રીલેટેડ પ્રોગ્રામ લાઇક ટેલીકોમ રેલ્વેસ, હાઇવેસ, વોટરવેસ, માઇન્સ વગેરે, પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, પરંપરાગત કૃષિ વિકાસ યોજના, સોઇલ હેલ્થ કાર્ડ યોજના, ઇ-રાષ્ટ્રીય કૃષિ બજારો, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, પ્રધાનમંત્રી રોજગારી સર્જન કાર્યક્રમ.

સાંસદસભ્યશ્રી પુમનબેન માડમે દિશા બેઠકના ઉપરોકત જુદા જુદા મુદાઓ વિશે લગત કચેરી/ વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચાઓ કરી જરૂરી સુચનો કરી જણાવ્યું હતું કે, રાવલમાં દર વર્ષે ખુબ પાણી ભરાય છે. રાવલ શહેર ઘણા દિવસો સુધી પાણીમાં ગરકાવ રહે છે. પાણી ન ભરાઇ તે માટેનું પ્લાનીંગ કરવા, જરૂરી જણાયે ગ્રાન્ટની માંગણી કરવા તેમજ મચ્છરોનો ઉપદ્રવ ન વધે તથા અન્ય બિમારીઓ ફેલાય નહી તે માટે આરોગ્ય વિભાગ સાથે મળી દવાનો છંટકાવ કરવા જણાવ્યું હતું.

દ્વારકામાં ધન્વંતરી રથ દ્વારા કોરોરાના વધુ ટેસ્ટીંગ કરવા તથા જયાં સંક્રમણ વધુ છે ત્યાં ખાસ ટેસ્ટ વધારવા પબ્લીક પ્લેસીસ, કોમન જગ્યાઓ કે જયાં ઘસારો વધુ રહેતો હોય ત્યાં ખાસ આરોગ્યલક્ષી તકેદારીના પગલા લેવા જણાવ્યું હતું. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાની માહિતી મેળવી ખેડુતોને કૃષિ પેદાશોના સારા ઉત્પાદન મળવા છતાં જયાં જયાં વધુ વરસાદ થયો છે, જમીનનું ધોવાણ થયું છે અને પાકોમાં નુકશાની થઇ છે તેવા દરેક ગામોમાં નુકશાની થયેલ ખેતરોનું સર્વે કરી તેનું વળતર આપવામાં આવે તે માટે જરૂરી સુચના આપી હતી. 

 સાંસદશ્રી પૂનમબેન માડમે સ્વચ્છ ભારત મિશન યોજના અન્વયે તમામ ચીફ ઓફીસરશ્રીઓને સફાઇ માટે ખાસ તાકિદ કરી હતી. તેમજ સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજના અન્વયે જિલ્લાના તમામ ગામોમાં જાહેર સ્વચ્છતા માટે સામુહિક સૌચાલય, રાત્રી સફાઇ કોમર્શીયલ પ્લેસીસ, મહત્વના વિસ્તારો તથા મેઇન રોડ ઉપર રાત્રી સફાઇ કરવવા તેમજ સરપ્રાઇઝ વિઝિટ કરવા જણાવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેન્દ્રની બધી યોજનાઓનો લાભ મળે કલેકટરશ્રી અને ડી.ડી.ઓ કક્ષાએ રિપોર્ટીગ થાય તથા બધાજ વિભાગના કામો માટે બજેટમાં પ્રાધાન્ય મળે તેવી મારી કોશિષ હમેંશા રહેશે તેમ જણાવ્યું હતું.       

કલેકટરશ્રી ડો.નરેન્દ્રકુમાર મીનાએ પણ દિશા બેઠક અન્વયે જુદા જુદા મુદાઓ અંગે લગત ખાતા/ કચેરીઓના અધિકારીશ્રીઓને સોંપયેલ કામો તેમજ લક્ષ્યાંકો સમયસર પુર્ણ કરવા જરૂરી સુચનો કર્યા હતા.

આ બેઠકમાં ખંભાળીયા નગરપાલિકાના પ્રમુખ શ્રી શ્વેતાબેન શુકલ, જીલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજા, નિવાસી અધિક કલેકટરશ્રી જાની, ચીફ ઓફીસરશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ જુદા જુદા વિભાગના લગત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

(11:28 am IST)