Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

વાંકાનેર નજીક પાર્ક કરેલ આઈસર પાછળ રીક્ષા ઘુસી જતા મુસાફર યુવકનું કરૂણમોત

 

વાંકાનેર નજીક પાર્ક કરેલ આઈસર પાછળ રીક્ષા ઘુસી જતા મુસાફર યુવકનું કરૂણમોત નીપજ્યું હતું

વાંકાનેરના લીંબાળા ગામના રહેવાસી હકાભાઇ વિહાભાઇ કોળીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે સીએનજી રીક્ષા નં જીજે ૩૬ યુ ૨૨૫૪ ના ચાલક કરશન શીવાભાઈ ગુંદાળીયા( રહે લીંબાળા તા. વાંકાનેર) તેની રીક્ષા પુરઝડપે ચલાવી યજ્ઞપુરુષ નગરના બોર્ડ પાસે સાઈડમાં આઈસર પાર્ક કરેલ હોય જેની પાછળ ભટકતા અકસ્માત સર્જાયો હતો જેમાં ફરિયાદીના દીકરા ગોરધનભાઈ કોળી (..૨૦) ને માથાના ભાગે ઈજા થતા સારવાર દરમિયાન મોત થયું છે પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

 

(12:45 am IST)