Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

મોરબીના નવા બસ સ્ટેન્ડમાં વગર વરસાદે પાણીના ખાબોચિયા ; મુસાફરોને હાલાકી

પાણીના તળાવડામાં મચ્છરોના ઉપદ્રવ: રોગચાળાની ભીતિ

મોરબી પંથકમાં ચોમાસાની સિઝનમાં મેઘમહેરને પગલે સર્વત્ર પાણી પાણી જેવી સ્થિતિ સર્જાઈ હતી અને વરસાદમાં મુખ્ય રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા જોકે હવે વરસાદે વિરામ લીધો છે છતાં પણ હજુ મોરબીના બસ સ્ટેન્ડમાં પાણીના ખાબોચિયા જોવા મળે છે

મોરબીના નવા બસ સ્ટેન્ડમાં દરરોજ હજારો મુસાફરો આવતા હોય છે ગ્રામ્ય પંથકમાંથી અભ્યાસ અર્થે આવતા હજારો વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય મુસાફરો નવા બસ સ્ટેન્ડનો ઉપયોગ કરે છે જોકે બસ સ્ટેન્ડમાં વગર વરસાદે પાણીના ખાબોચિયા ભરેલા જોવા મળે છે જેથી મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે

  તંત્ર મેલેરિયા મુક્તિ અભિયાન માટે કામગીરી કરી રહી છે બસ સ્ટેન્ડ જ્યાં હજારો લોકો આવતા હોય છે અને અહી પાણીના તલાવડાને કારણે મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે પરંતુ ડેપો મેનેજર કે તંત્ર આ મામલે ગંભીરતા દાખવતા નથી જેથી રોગચાળો ફેલાય અને મુસાફરો તેની ઝપેટમાં આવે તેવો ભય સતત સતાવી રહ્યો છે

 

(12:40 am IST)