Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

અમરેલી જિલ્લામાં અવિરત મેઘ મહેર : સાવરકુંડલામાં બપોર બાદ ધોધમાર વરસાદ

 

અમરેલી જિલ્લામાં અવિરત વરસાદ ખાબક્યો હતો. સાવરકુંડલામાં બપોર બાદ ધોધમાર વરસાદનું આગમન થયું હતુ. સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી શહેરમાં પાણી ભરાયા હતા.

  સીઝનમાં અમરેલી વિસ્તારમાં ભારે વરસાદ થયો છે જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સાર વરસાદને કારણે ખેડૂતોને શિયાળું પાકમાં ફાયદો થશે 

(10:57 pm IST)