Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

બામણાસા ઘેડ પંથકમાં ઓજત નદીનો પાળો તૂટતા ચારે બાજુ જળબંબાકાર

રાજકોટ, તા., ૧૨: કેશોદ તાલુકાના બામણાસા ઘેડ પંથકમાં ઓજત નદીનો પાળો તૂટતા ચારે બાજુ જળબંબાકાર થતા ભારે વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે.

'અકિલા'ના ફેસબુક લાઇવના શ્રોતા આહીર મસરીભાઇ કરંગીયાએ જણાવ્યું હતું કે જુનાગઢ-કેશોદ-માણાવદર સહીત જીલ્લામાં ભારે વરસાદ ખાબકયો હતો. જેના કારણે આ વિસ્તારો પાણી-પાણી થઇ ગયા છે.

બામણાસા તાલુકાનાં મતીયાણા, સરોડ, પાડોદર, અખોદડ સહીતના વિસ્તારોમાં ભારે વરસાદ અને ઓજત નદીનો પાળો તૂટી  જવાથી પાણી ફરી વળ્યા છે.

બામણાસા ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા ખેડુતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.

(3:35 pm IST)