Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

વઢવાણના ગણપતિ ફાટસર પાસે માલગાડીના ડબ્બા છુટા પડી ગયા

મી ગતિએ ટ્રેક ઉપરથી પસાર થતી હોવાથી સદ્નસીબે મોટી જાનહાની ન સર્જાઇ

વઢવાણ, તા. ૧ર : સુરેન્દ્રનગર ભાવનગર માલવાહક ટ્રેનમાં કપ્લીનમાં ટેકનીકલ ખામી સર્જાતા ચાલુ ટ્રેનમાં અચાનક ડબ્બાઓ છુટા પડી ગયા હતા. ટ્રેન ભાવનગર થી ઊપડીને માલ ભરી દબબલ ડેકર માલગાડી વઢવાણ સ્ટેશનેથી જતી હોવાથી ધીમી ગતિએ ટ્રેક પરથી પસાર થતી હતી.

ત્યારે આ માલગાડી જયારે ગણપતિ ફાટસર પાસે પહોંચી ત્યારે તેના દબબલ ડેકર ડબ્બા છુટ્ટા પડી ગયા હતા. ત્યારે જેના કારણે મોટી દુર્ધટના સર્જોતા ટળી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ટૂંકમાં આ ઘટનાને લઈને ટ્રેનની આજુ બાજુ ના લોકોનો શ્વાસ અધ્ધર થયો હતો.

ત્યારે આ ટ્રેન ભાવનગરઙ્ગ ઊપડીને આ ટ્રેન સુરેન્દ્રનગર સ્ટેશને જતી હતી તે વેળા રસ્તામાં વઢવાણ ગણપતિ ફાટસર પાસે આ દ્યટના બની હતી.

તે કમ્પલીન ટેકનીકલ ખાર્મીને કારણે અચાનક ડબ્બાઓ છુટ્ટા પડી ગયા હતા. આ ઘટનાને પગલે રેલવેના સત્ત્।ાધીશો, ટેકનીકલ સ્ટાફ અને રેલવે પોલીસ દોડી આવ્યા હતા.

તાત્કાલિક નવી કમ્પલીન લાવીને ડબ્બા જોડી સાથે જોડવામાં આવ્યા હતા. ત્યારે આ ટ્રેઈન ભાવનગર સુરેન્દ્રનગર ત્યાર બાદ આગળ વધારવામાં આવી હતી. ત્યારે સદ્નસીબે કોઈ મોટી જાન હાનિ સર્જાઈ ન હતી.

(1:17 pm IST)