Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ગણેશજીની મુર્તિઓનું વિસર્જનઃ ગણેશ મહોત્સવનો વિરામ

સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર શોભાયાત્રા સાથે ભાવિકો દ્વારા ભારે હૈયે વિદાય

રાજકોટ, તા.૧૨: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગણેશ મહોત્સવે આજે વિરામ લીધો છે. ગણેશ ભગવાનની મુર્તિઓને પાણીમાં પધરાવીને ભારે હૈયે વિદાય આપવામાં આવી હતી.

ટંકારા

 ટંકારાઃ રાધાકૃષ્ણ શેરીમાં દર વર્ષે ગણેશ મહોત્સવ ઉજવાય છે. આ વર્ષે ગણેશરાજા મૂર્તિની પધરામણી ટંકારાના સરપંચ નીશાબેન ધર્મેન્દ્રકુમાર ત્રીવેદીના ઘરેથી કરાયેલ.

દરરોજ ગણેશજીની સવાર-સાંજ આરતી થતા પ્રસાદ વિતરણ થયેલ. દરરોજ બાળકોને નાસ્તો અપાયેલ.

ગણેશજીના ભકતો દ્વારા ૨૧ કિલોનો મોદક (લાડુ) ધરાવાયેલ.

વઢવાણ

વઢવાણઃ સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા ખાતે વિવિધ જગ્યા એ ગણપતિ બાપાની મૂર્તિ સ્થાપના કરવામાં આવી હતી જે દસ દિવસ પછી પૂજા અર્ચના બાદ વિસર્જનઙ્ગ કરવામાં આવ્યું હતું જેમાં ક્રિષ્ના ગ્રુપ રાજુભાઈ આચાર્ય અને તેમની ટીમ દ્વારા ચાર વર્ષ ગણપતિ ઉત્સવ માનવામાં આવે છે ત્યારે પહેલા દસ દિવસ થી દરરોજ બાપા ની આરતીમાં લોકો ઉમટી પડતાં હતા.રામચોક મિત્ર મંડળ દ્વારા ગણપતિ ઉત્સવ ભવ્ય આયોજન કરવામાં આવે છે. તેમજ અમુક લોકો દ્વારા ઘેર પણ મૂર્તિ બેસાડવામાં આવ્યા હતા જે આજ રોજ ચોટીલાના મુખ્ય માર્ગો ઉપર શોભાયાત્રા નીકળી હતી અને તળાવમાં ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે આ તળાવનો પટ વિર્સજન સમયે 'ગણપતિ બાપ્પા મોરિયા અને અગલે બરસ તુ જલ્દી આના'  નાદથી ગૂંજી ઉઠયો હતો.

(1:16 pm IST)