Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

જામનગરના પરડવામાં ૮ ઇંચઃ વનાણા ડેમ ઉપર ૬ ઇંચ

હાલારમાં મેઘરાજા મહેરબાન થતા સર્વત્ર પાણી-

જામનગર તા.૧ર : કાલે જામનગર જીલ્લામાં તથા ડેમ સાઇટ ઉપર અડધાાથી ૮ ઇંચ જેટલો વરસાદ પડયો છે જેમાં જામજોધપુરના પરડવામાં ૮ ઇંચ વરસાદ પડયો છે જયારે વનાણા ડેમ ઉપર ૬ ઇંચ વરસાદ પડયો છે.

હાલારમાં મેઘરાજા મહેરબાન થતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે અને ડેમ ચેકડેમ તળાવોમાં નવા નીર આવ્યા છે.

જામનગરના વસઇમાં સવા ત્રણ ઇંચ, લાખાબાવળમાં દોઢ, મોટીબાણુંગર અને ફલ્લા, ધુતારપરમાં ૧ ઇંચ, જામવંથલીમાં સવા ચાર ઇંચ, અલીયાબાડા-દરેડમાં અઢી ઇંચ, જોડિયાના હડીયાણા, બાલંભા, પીઠડમાં હળવા - ભારે ઝાપટા પડયા છે.

જયારે ધ્રોલના જાલીયાદેવાણીમાં પોણા ત્રણ ઇંચ લેયારામા પોણો ઇંચ, નિકાવા, ખરેડી, ભલસાણ બેરાજા, નવાગામ, મોટા પાંચદેવડામાં ઝાપટાથી એક અને મોટાવડાળામા બે ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત જામજોધપુરના સમાણામાં પોણા ત્રણ, શેઠવડાળામાં દોડ, જામવાડી-ર વાંસજાલીયા, પોણા બે, ધુનડા-૩, ધ્રાફા-સવા ત્રણ, ઇંચ વરસાદ પડયો છે.

લાલપુરના પીપરટોળામાં દોઢ, પડાણામાં ૪, ભણગોરમાં અડધો, મોટાખડબામા ઝાપટા, મોડપરમાં પાંચ ઇંચ, અને ડબાસંગમા ૩ ઇંચ વરસાદ પડયો છે.

જયારે સસોઇ, પન્ના, ફુલઝર-૧, સપડા, ફુલઝર-ર, સોરઠી, રણજીતસાગર, ફોફળ-ર, ઉંડા-૩, રંગમતી ઉંડ-૧, કંકાવટી, ઉંડ-ર, વોડીસંગ, રૂપાવટી, રૂપારેલ, વનાણા, ઉંડા-૪ ડેમ ૧૦૦ ટકા ભરાઇ ગયા

(1:14 pm IST)
  • દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં VIP માટેની અલગ સુવિધા રદ : તમામ નાગરિકને સમાન આરોગ્ય સેવા મેળવવાનો અધિકાર : મુખ્ય મંત્રી કેજરીવાલની ટ્વીટર ઉપર ઘોષણાં access_time 8:12 pm IST

  • ૬ એકે ૪૭ સાથે ૩ આતંકી ઝડપાયાઃ જમ્મુ-કાશ્મીરમાં હથિયારો સાથે ૩ આતંકીની ધરપકડઃ આતંકીઓ પાસે ૬ એકે૪૭ રાઇફલ ઝડપાઇઃ ત્રણેય આતંકીઓ ટ્રકમાં જઇ રહયા હતાઃ લખનપુર પાસેથી ૩ આતંકીઓની ધરપકડ કરાઇઃ પંજાબથી કાશ્મીર જઇ રહયા હતા access_time 12:59 pm IST

  • બ્રાયન ટોલએ આર્ટિકલ 370 પર ભારતનું કર્યું સમર્થન : ગિલકિત ને બાલટિસ્તાનને ગણાવ્યો ભારતનો હિસ્સો : યુરોપીય આયોગના પૂર્વ નિર્દેશક બ્રાયન ટોલે જિનિવામાં કહ્યું કે આર્ટિકલ 370 હટાવવાથી કાશ્મીરના લોકોને સમાન આર્થિક અવસર મળશે : સરકારની માફક તેને પણ આશા છે કે કાશ્મીરીઓ માટે સારું પગલું સાબિત થશે access_time 1:19 am IST