Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે એકાદ દિ' હળવો - મધ્યમ પડશે : ઉત્તર સૌરાષ્ટ્ર - કચ્છમાં સંભાવના નથી

દક્ષિણ ગુજરાત અને આજુબાજુના પૂર્વ ગુજરાતમાં મેઘાવી માહોલ ચાલુ જ રહેશે

રાજકોટ, તા. ૧૨ : સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હજુ એકાદ દિવસ વરસાદી માહોલ જોવા મળશે. જયારે ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની સંભાવના નહિવત છે. દરમિયાન દક્ષિણ ગુજરાત અને તેની આજુબાજુના પૂર્વ ગુજરાતમાં વરસાદનું જોર હજુ યથાવત જ રહેશે તેમ વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે.

જે સિસ્ટમ પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ - ચાર દિવસમાં આવે એવી શકયતા હતી તેની અસર વ્હેલી જ શરૂ થઈ ગઈ છે અને તેના કારણે આવતા ત્રણ થી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાત અને આજુબાજુના પૂર્વ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે..

આ સિસ્ટમ ની અસર થી ઉત્ત્।ર પૂર્વ ગુજરાત , મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં પણ કડાકા ભડાકા સાથે હળવા ભારે ઝાપટાં પડી શકે છે.

દક્ષિણ સૌરાષ્ટ્ર, પૂર્વ સૌરાષ્ટ્ર, લાગુ મધ્ય પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ના દરિયા કાંઠે હજુ એકાદ દિવસ હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે... કોઈ કોઈ જગ્યાએ સારો વરસાદ પણ પડી શકે.... ઉત્ત્।ર સૌરાષ્ટ્ર અને કચ્છ માં કોઈ ખાસ શકયતા નથી. સિસ્ટમ્સ જયારે નજીક આવે ત્યારે ઉત્ત્।ર સૌરાષ્ટ્ર માં કડાકા ભડાકા થઈ શકે..(૩૭.૮)

(1:11 pm IST)