Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ધોરાજીના સુપેડી પ્રાચીન મુરલી મનોહર મંદિરે શનિવારે ધ્વજારોહણ સમારોહ

પોરબંદરના સાંસદ રમેશભાઇ ઘડુકની સાકર તુલા કરવામાં આવશે

ધોરાજી,તા.૧૨: ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે આવેલ અંદાજે ૫૦૦ વર્ષ પુરાણા પ્રાચીન રક્ષિત સ્મારક તરીકે જાણીતા શ્રી મુરલી મનોહર મંદિર ખાતે તારીખ ચૌદ ને શનિવારે સ્વ મંજુલાબેન ગોવિંદભાઈ માકડીયા ના સ્મરણાથે નિતેશભાઇ માકડીયા અને શ્રીમતી મીતાબેન નિતેશભાઇ માકડીયા દ્વારા આયોજિત નૂતન ધ્વજારોહણ સમારોહમાં શનિવારે સવારે ૦૮:૦૦ કલાકે સુપેડી ગામ ખાતેથી મુરલી મનોહર ભગવાનની ધ્વજાજી સાથે વિશાળ શોભાયાત્રા નીકળશે

૧૦:૩૦ કલાકે વૈદિક મંત્રોચ્ચાર સાથે ધ્વજારોહણ થશે બાદ પોરબંદરના સંસદસભ્ય રમેશભાઈ ધડુક ની સાકર તોલા કરવામાં આવશે આ પ્રસંગે રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા જવાહરભાઈ ચાવડા પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા ના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ તાલુકા ભાજપના પ્રમુખ નિલેશભાઈ કણસાગરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે

સુપેડી ખાતે આવેલ પ્રાચીન શ્રી મુરલી મનોહર મંદિર ખાતે નૂતન ધ્વજારોહણ સમારોહ સફળ બનાવવા માટે માંકડીયા પરીવાર ના ભાઈ બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.(૨૨.૨)

(12:10 pm IST)
  • આજથી વરાપ : સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના ઓછી, સિવાય કે એકાદ - બે જગ્યાએ વરસી જાય : ઈન્સેટ તસ્વીરમાં પણ વાદળો ગાયબ છે access_time 11:31 am IST

  • અમદાવાદ : સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં લાગી આગ: ફાયરની 4 ગાડી ઘટના સ્થળે દર્દીઓને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા access_time 1:02 am IST

  • હિન્દુસ્તાન પેટ્રોલીયમના પ્લાન્ટમાં મોટી દુર્ઘટનાઃ ટેન્ક આખી ફાટીઃ યુપીના ઉન્નવ પાસે કેટલાક ગામડાઓ ખાલી કરાવાયા access_time 12:26 pm IST