Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

મોરબીના કાર ચાલકને આરટીઓની બેદરકારીથી રાજકોટમાં મેમો પકડાવ્યો

નબળી કવોલીટીની હાઇ સીકયોરીટી નંબર પ્લેટ :નંબર ભુસાઇ તો વાંક કોનો?

મોરબી,તા.૧૨: કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ટ્રાફિકના નવા કડક નિયમો બનાવ્યા છે અને નવા ટ્રાફિક નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે ત્યારે સરકાર ટ્રાફિક નિયમો બનાવે છે પરંતુ પોતાના તરફથી પુરતી સુવિધા આપવામાં ઉદાસીનતા સેવે છે આવો જ કિસ્સો મોરબીના કાર ચાલકનો છે જેમાં આરટીઓના પાપે કારચાલકને રાજકોટમાં મેમો ફાટ્યો છે

મોરબીના રહેવાસી અને કન્સલટીંગ ફર્મ સાથે સંકળાયેલા અશ્વિનભાઈ દ્યોડાસરા પાસે ડસ્ટર કાર છે અને તેને સરકારના નિયમો મુજબ હાઈ સિકયુરીટી નંબર પ્લેટ લગાવી હતી તેની કારની નંબર પ્લેટ જીજે ૦૩ એફડી ૭૧૪૭ લગાવ્યા બાદ નંબર પ્લેટમાંથી અક્ષરો ભુસાવવા લાગ્યા છે જે અંગે તેઓએ આરટીઓનો પણ સંપર્ક કર્યો હતો પરંતુ યોગ્ય જવાબ ના મળતા પરત ફર્યા હતા તો તાજેતરમાં અશ્વિનભાઈ પોતાના કામકાજ સબબ રાજકોટ ગયા હોય ત્યારે નંબર પ્લેટ ભુસાઈ જતા નંબર બરાબર વાંચી સકાય તેમ ના હોવાથી રાજકોટ ટ્રાફિક પોલીસે તેને દંડ ફટકાર્યો છે અને મેમો ફાડ્યો છે જેથી કારચાલકમાં રોષ જોવા મળી રહ્યો છે અને આરટીઓ મોરબી કચેરીના પાપે તેને હેરાનગતિ અને દંડ સહન કરવો પડ્યો છે ત્યારે આ મામલે આરટીઓ કચેરી યોગ્ય કરે તેવી માંગ કરી રહ્યા છે અને તેની નંબર પ્લેટને કારણે આગળ પણ તેને આવી હેરાનગતિ સહન કરવી પડે તો વાંક કોનો ? કારચાલકે સરકારના નિયમ મુજબ નંબર પ્લેટ લગાવી છે પરંતુ તેમાં કવોલીટીનો અભાવ જોવા મળે છે અને નંબર પ્લેટ ભુસાઈ જાય તો પણ કારચાલકે તેનો દંડ ભોગવવાનો સહિતના સવાલો ઉપસ્થિત થયા છે(૨૨.૮)

(12:09 pm IST)