Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

મોરબીમાં રાજપૂત સમાજના યુવાનો આર્મી-પોલીસમાં જોડાવવા માટે તાલીમ કેમ્પ

મોરબી,તા.૧૨: મોરબી જીલ્લા રાજપૂત સમાજ અને તલવારબાજી ટીમ શકત શનાળા દ્વારા રાજપૂત સમાજના યુવાનોને પોલીસ, આર્મીમાં જોડાવવા માટેની તાલીમ આપવા કેમ્પ ચાલી રહ્યો છે જેમાં નિષ્ણાંતો પાસેથી શારીરિક તાલીમ ઉપરાંત મોટીવેશનલ સ્પીકર દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે

રાજપૂત સમાજ દ્વારા આયોજિત કેમ્પમાં ૧૭૦ જેટલા રાજપૂત સમાજના યુવાનો તાલીમ મેળવી રહ્યા છે તે ઉપરાંત મોટીવેશન સ્પીકર કિન્નરીબા જાડેજા અને માઈન્ડ ટ્રેઈનર ડો. અજયસિંહ જાડેજા દ્વારા ખાસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કેમ્પ તા.૨૦  સુધી ૧૮ દિવસ ચાલશે જેમાં શારીરિક તૈયારીઓ ઉપરાંત વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે મોરબીના લખધીરવાસમાં આવેલ રાજપૂત સમાજ ભવન ખાતે ફીઝીકલ ટ્રેનીંગ સેન્ટર ૨૦૧૯ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના જીલ્લામાંથી કુલ ૧૭૦ રાજપૂત યુવાનો તાલીમ લઇ રહ્યા છે

રાજપૂત યુવાનો માટેના તાલીમ કેમ્પમાં માર્ગદર્શન પૂરું પાડવા રાજપૂત સમાજના મહાવીરસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા (વીરપરડા), મહાવીરસિંહ જાડેજા (ચાંદલી), નિરૂભા ઝાલા, મહેન્દ્રસિંહ જાડેજા, દ્યનશ્યામસિંહ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કેમ્પને સફળ બનાવવા માટે મોરબી રાજપૂત કરણી સેના, મોરબી રાજપૂત સમાજ, પ્રવિણસિંહ ઝાલા (આર્મી), તલવાર બાજી ટીમ શકત સનાળા, તલવાર બાજી ટીમ, ફીઝીકલ ટ્રેનિંગ સેન્ટર ટીમ જહેમત ઉઠાવી રહી છે

(12:09 pm IST)